શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 21 સપ્ટેમ્બર 2015 (11:33 IST)

યૂરિન ઈંફેક્શન છે તો માત્ર 5-6 પીપળાના પાનથી દૂર થઈ જશે

આયુર્વેદમાં પીપળાના ઝાડને ઔષધિયોનો ખજાનો માનવામાં આવે છે. આ ઝાડ અનેક પ્રકારના રોગોના સારવાર માટે લાભકારી છે. 
 
પીપળની ડાળીનું દાતણ કરવા અને કોમળ પાનને ચાવવાથી મોઢામાં ચાંદા, દુર્ગંધ, પાયરિયા અને મસૂઢોની સૂજનમાં લાભ થાય છે. આ ઉપરાંત ઝાડામાં લોહી આવતા તેના પાનના નરમ ડાળીને આખા ધાણા અને ખાંડ સાથે ચાવતા ધીરે ધીરે રસ લેવાથી આરામ મળે છે. 
 
5-7 લીલા પાનને 250 મિલિલીટર પાણી સાથે વાટી લો. તેમા 1 ચમચી વાટેલી મિશ્રી મિક્સ કરીને સવાર-સાંજ લેવાથી પેશાબ(યૂરિન)માં સંક્રમણની સમસ્યા દૂર થાય છે. પીપળ અને લસોડાના 5-7 પાન લઈને 250 મિલિલીટર પાણીમાં વાટી લો. તેમા થોડુ મીઠુ મિક્સ કરીને સવાર-સાંજ 10 દિવસ સુધી લેવાથી લિવર સંબંધી રોગોમાં લાભ થાય છે.  
 
લગભગ 10 પીપળના કોમળ પાનને 400 ગ્રામ દૂધ સાથે સારી રીતે ઉકાળી લો. તેને ગાળીને તેમા સ્વાદમુજબ વાટેલી મિશ્રી મિક્સ કરીને સવારે નાસ્તા સમયે પીવાથી યાદગેરીમાં કમી અને તણાવ જેવી સમસ્યાઓ દૂર થાય છે.