1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 14 મે 2016 (16:00 IST)

મોઢુ આવ્યુ છે તો અજમાવો આ ઉપાય અને તરત આરામ મેળવો

મોઢામાં ચાંદા પડવા કે મોઢુ આવવુ એક સામાન્ય વાત છે. જેને કારણે કશુ ખાઈ પી પણ શકાતુ નથી. તેના અનેક કારણો હોઈ શકે છે. જેવી કે પેટની ખરાબી, પાચન ક્રિયામાં ગડબડ મરચા મસાલા વધુ ખાવાથી આ પરેશાની થઈ શકે છે. આ ઘરેલુ ઉપચારથી પણ દૂર કરી શકાય છે. પણ જો સમસ્યા વધી ગઈ છે તો તેની ડોક્ટરી તપાસ જરૂર કરાવો. 
 
1. તુલસી - રોજ 3-4 તુલસીના પાન ચાવવાથી ધીરે ધીરે મોઢાના ચાંદા ઠીક થવા માંડે છે અને દુખાવામાંથી રાહત પણ મળે છે.  
 
2. નારિયળ - નારિયળનું પાણી પીવાથી શરીર ઠંડુ રહે છે. તાજુ નારિયળ ઘસીને(છીણીને)  મોઢાના ચાંદા ઉપર લગાવવાથી દુખાવામાં આરામ મળે છે.  
 
3. હળદર - આ એક એન્ટીસેપ્ટિક દવા છે. હળદરના પાવડરમાં થોડા પાણીના ટીપા નાખીને પેસ્ટ બનાવી લો અને ચાંદા પર લગાવો. તેનાથી દુખાવાથી તરત રાહત મળશે. 
 
4. મુલેઠી - મુલેઠીને વાટીને મઘ સાથે મિક્સ કરીને છાલા પર લગાવો. 
 
5. મેથી- મેથીના 6-7 પાન લઈને પાણીમાં ઉકાળી લો અને ઠંડુ થતા દિવસમાં 4-5 વાર આ પાણીથી કોગળા કરો. તેનાથી છાલા સૂકવા માંડે છે. 
 
6. બેકિંગ સોડા - એક ચમચી બેકિંગ સોડાને પાણીમાં પેસ્ટ બનાવીને ચાંદા પર દિવસમાં 6-7 વાર લગાવવાથી આરામ મળે છે.