મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 21 જાન્યુઆરી 2017 (12:48 IST)

દૂધમાં આ 7 વસ્તુઓ નાખીને પીશો તો અનેક હેલ્થ પ્રોબ્લેમ થઈ જશે છૂમંતર

મોટાભાગના લોકોને દૂધ પીવુ પસંદ હોય છે. તેના ગુણો વિશે સાંભળીને દરેકને તેનુ સેવન કરવુ પડે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ હોય છે. જેનાથી અનેક બીમારીઓ અને પરેશાનીઓ દૂર થાય છે.  જેવી કે હાંડકા મજબૂત થવા, હાર્ટ પ્રોબ્લેમ્બ, અનિદ્રા અન્ય વગેરે.  જો આ સાથે જ ઘરમાં રહેલ કેટલાક મસાલા મિક્સ કરીને પીવામં આવે તો તેની અસર વધુ સારી જોવા મળે છે. 
 
આવો જાણીએ દૂધમાં જુદા જુદા મસાલા નાખીને પીવાના ફાયદા 
 
1. દૂધ અને તજ - તજમાં સિનેમેલ્ડિહાઈડ હોય છે. જે શરદી ખાંસીની પરેશાની દૂર કરે છે. આ સાથે જ દૂધમાં રહેલ ફાઈબર ડાયજેશનની સમસ્યાને દૂર કરે છે 
 
2. દૂધ અને જાયફળ - આ બંને મિક્સ કરીને પીવાથી ટોક્સિન્સ દૂર થવાની સાથે જ સ્કિનમાં નિખાર આવે છે. આ જ રીતે તેમા રહેલા ફૉસ્ફોરસ જે આરોગ્ય  સાથે જોડાયેલ દરેક સમસ્યાને દૂર કરે છે. 
 
3. દૂધ અને હળદર - હળદરમાં અમીનો એસિડ હોય છે. જેનાથી અનિદ્રાની પરેશાની દૂર થાય છે.  સાથે જ આ ડ્રિંકમાં રહેલ કેલ્શિયમથી સાંધાનો દુખાવો દૂર રહે છે.  
 
4. દૂધ અને કાળામરી - કાળામરીમાં રહેલ પેપરીન વજન ઘટાડવામાં સહાયક હોય છે. સાથે જ તેમા રહેલ આયરન લોહીની કમીને પૂરી કરે છે. 
 
5. દૂધ અને કેસર -  કેસરમાં પોટેશિયમ હોય છે. જે હાર્ટ પ્રોબ્લેમને દૂર કરે છે. પ્રેગનેંટ સ્ત્રીઓએ દૂધ સાથે કેસર મિક્સ કરીને પીવુ જોઈએ. 
 
6. દૂધ અને ઈલાયચી - ઈલાયચીમાં પોટેશિયમ હોય છે. જે બીપીને કંટ્રોલમાં રાખવાનુ કામ કરે છે.  તેને દૂધમાં મિક્સ કરીને પીવાથી ડાયજેશન ઠીક રહે છે. 
 
7. દૂધ અને આદુ - આદુ વજન ઓછુ કરવામાં સહાયક છે. તેની તાસીર ગરમ હોય છે જે કફની પરેશાની ઝડપથી દૂર કરી દે છે.