શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: ગુરુવાર, 25 જૂન 2015 (11:58 IST)

પેટના દુ:ખાવા માટે ઘરેલુ ઉપચારો

ઘરેલુ ઉપચાર અનેક બધા રોગના નિદાન માટે ઉપયોગી માનવામાં આવે છે. જરૂરી નથી કે દરેક સમસ્યાનો સમાધાન દવાઓથી મળે છે. ક્યારેય ક્યારેય ઘરના કિચનમાં પણ અનેક રોગોના ઉપચાર મળી શકે છે. શુ તમને ખબર છે કે તમારા કિચનમાં કેટલી જરૂરી વસ્તુઓ છે. જેનો ઉપયોગ બીમારીઓ સામે લડવા માટે કરી શકાય છે અને બીમારીઓને દૂર કરી શકો છો. 
 
-  પેટમાં દુ:ખાવો 1 ગ્રામ સંચળ અને 2 ગ્રામ અજમોદનુ ચૂરણ ખાવાથી પેટનો દુ:ખાવાથી તરત જ રાહત મળે છે.
 
- મૂળાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી ભોજન પછી થનારા દુ:ખાવા કે ગેસથી પણ મુક્તિ મળી જાય છે. હીંગ અને સંચળ નાખીને ગરમ કરેલુ તેલ પેટ પર લગાડવાથી રાહત મળે છે. 
 
- જો પેટમાં મરોડની સમસ્યા છે તો મેથીના ચૂરણને દહીંમાં મિક્સ કરીને ખાવાથી તમને આરામ મળશે. 
 
- ગરમીની ઋતુમાં દહીની છાશ કે લસ્સી બનાવીને પીવાથી પેટની ગરમીથી રાહત મળે છે. તેને પીને બહાર નીકળ્યા તો લૂ લાગવાનો ખતરો ખતમ થઈ જાય છે. 
 
- સરસિયાના તેલમાં અજમો નાખીને ગરમ કરીને સાંધાની માલિશ કરવાથી દુ:ખાવાથી મુક્તિ મળી જાય છે.