શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2016 (15:41 IST)

મિનિટોમાં ઉતરી જશે તાવ... અજમાવો આ સહેલા 11 ઉપાયો

ઋતુ બદલાતા જ અનેક લોકોને તાવ આવી જાય છે. તેને કંટ્રોલ કરવાના ઉપાય તમારા રસોડામાં જ છે. આયુર્વેદ એક્સપર્ટ તમને બતાવી રહ્યા છે આવા જ 11 સરળ ઉપાયો જે તાવને ભગાડવામાં મદદ કરશે. 
 
1. એક ગ્લાસ પાણીમાં 3-4 ક આળા મ અરી 1-1 ચમચી આદુ અને તુલસી નાખીને ઉકાળી લો અને કુણું પડતા તેને ગાળીને પી લો. આરામ મળશે. 
 
2. ફુદીના અને આદુ મિક્સ કરીને કાઢો બનાવી લો. તેને ધીરે ધીરે પીવો અને આરામ કરો. જલ્દી ફાયદો થશે. 
 
3. તુલસી, મુલેઠી મધ અને ખાંડને પાણીમાં ઉકાળી લો. તેને પીવાથી તાવ અને શરદી ઠીક થઈ જશે. 
 
4. મધ, આદુ અને પાનના રસને બરાબર પ્રમાણમાં મિક્સ કરી લો. તેને સવાર સાંજ પીવો તાવ જલ્દી ઉતરીજશે. 
 
5. 8 કાળા મરી, 10 તુલસીના પાન થોડો આદુ અને તજને પાણીમાં નાખીને ઉકાળો અને આ પાણી ગાળીને પીવો. તાવથી રાહત મળશે. 
 
6. તુલસી અને સૂરજમુખીના પાનનો રસ પીવાથી ટાયફોઈડ તાવમાં રાહત મળે છે. આને રોજ સવારે પીવાથી ફરક અનુભવશો. 
 
 

7. રોજ સવારે કુણુ પાણી પીવો. તેનાથી શરીરના બધા ખરાબ તત્વો બહાર નીકળી જશે અને તાવ જલ્દી ઉતરી જશે. 
 
8. 5-6 લસણની કળીઓને ઘી માં પકવો અને સંચળ નાખીને ખાવ. તાવ ઉતરી જશે. 
 
9. ઠંડા પાણીમાં ડુબાડેલુ કપડુ 5 થી 10 મિનિટ માથા પર મુકો તાવ ઉતરી જશે. 
 
10. સવાર-સાંજ ડુંગળીનો રસ પીવાથી  તાવ ઉતરી જશે અને ડાયજેશન પણ ઠીક રહેશે. 
 
11. કાચા લસણને એક કપ પાણી સાથે ઉકાળીને તેને ગાળી પીવો. શરદી, તાવ અને ખાંસીમાં રાહત મળશે.