શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2017 (18:04 IST)

ઘૂંટણના દુ:ખાવાને દૂર કરી દેશે આ 10 દમદાર ઉપાયો

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો છે તો આ ઉપાયો ઘણી રાહત અપાવી શકે છે. આવો જાણીએ ક્યા છે એ ઉપાય 
 
1. કપડાને ગરમ પાણીમાં પલાળીને બનાવેલ પૈડથી સેંક કરવાથી ઘૂંટણના દુ:ખાવામાં આરામ મળે છે. 
2. ભોજનમાં તજ, જીરુ આદુ અને હળદરનો ઉપયોગ વધુમાં વધુ કરો. ગરમ તાસીરવાળા આ પદાર્થોનુ સેવન કરવાથી ઘૂંટણનો 
 
સોજો અને દુ:ખાવો ઓછો થાય છે. 
3. મેથી દાણા, સૂંઠ અને હળદર બરાબર પ્રમાણમાં મિક્સ કરીને તવા કે કઢાઈમાં સેકીને વાટી લો. રોજ એક ચમચી ચૂરણ સવાર 
 
સાંજ ભોજન કર્યા બાદ ગરમ પાણી સાથે લો. 
4. રોજ સવારે ખાલી પેટ એક ચમચી મેથીના વાટેલા દાણામાં એક ગ્રામ કલૌંજી મિક્સ કરીને કુણા પાણી સાથે લો. બપોરે અને રાત્રે 
 
જમ્યા પછી અડધો અડધો ચમચી લેવાથી સાંધા મજબૂત થશે અને કોઈ પણ પ્રકારનો દુખાવો થાય નહી. 
5. સવારે ખાલી પેટ લસણની એક કળી દહી સાથે ખાવ. 
6. હળદર પાવડર, ગોળ, મેથી દાણાનો પાવડર અને પાણી સમાન માત્રામાં મિક્સ કરો.  
7. અળસીના દાણા સાથે બે અખરોટની ગિરી સેવન કરવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 
8. બરાબર માત્રામાં લીમડો અને એરંડીના તેલને સાધારણ ગરમ કરીને સવાર સાંજ જોડા પર માલિશ કરો. 
9. માલિશ માટે તમે આ વસ્તુઓંથી પણ તેલ બનાવી શકો છો. 50 ગ્રામ લસણ  25 ગ્રામ અજમો અને 10 ગ્રામ લવિંગ 200 ગ્રામ સરસવના તેલમાં કાળુ ત્યા સુધી ઉકાળો. પછી ઠંડુ થતા તેને ગાળીને કાચની બોટલમાં ભરી લો. આ તેલ દ્વારા ઘૂંટણ કે સાંધાની માલિશ કરો. 
10. ઘઉંના દાણાની સાઈઝનો ચૂનો દહી કે દૂધમાં ઓગાળીને દિવસમાં એકવાર ખાવ. તેને 90 દિવસ સુધી લેવાથી કેલ્શિયમની કમી દૂર થશે.