શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

કાકડા(ટોન્સિલ્સ)ની સમસ્યા છે તો અજમાવો આ ઘરેલુ નુસ્ખા

કાકડા એ તાળવાથી ગળામાં લટકતાં પેશીઓનાં બે જુથ (ગાંગડા) છે. આ બંને ગાંગડાની નીચેની બાજુની ધાર જીભની બાજુમાં ગળાનાં પાછલા ભાગમાં આવેલ છે.  તે નાકની પાછળનાં ભાગમાં આવેલ છે.  કાકડાનું કદ જુદુ જુદુ હોય છે અને તેમાં ચેપ સામેની પ્રતિક્રિયાનાં ભાગ રૂપે સોજો આવે છે
 
ગળાની અંદર બેક્ટેરિયલ ઈંફેક્શન થવાથી કાકડા થઈ જાય છે. ઋતુ બદલતા તેના પર વધુ અસર જોવા મળે છે.  ઠંડીની ઋતુમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ટૉન્સિલ્સનો દુખાવો અનેકવાર એટલો વધી જાય છે કે ખાવા પીવાના સમયે પણ ખૂબ સમસ્યા થાય છે. તેમા ગળાની ખરાશ કાયમ રહે છે. જો તેનો ઈલાજ સમય પર ન કરાવ્યો તો આ જીવલેણ સાબિત થઈ શકે છે. આજે અમે તમને ટૉન્સિલ્સની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છીએ. 
 
1. લસણ - પાણીમાં લસણની કેટલીક કળીઓ સારી રીતે ઉકાળી લો. પાણી ઠંડુ થતા પછી તેને ગાળીને ગરારા કરો.  રોજ કોગળા કરવાથી તમને ખૂબ આરામ મળશે. 
 
2. લીંબૂ અને આદુ -  ટૉન્સિલ્સની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે લીંબૂ અને આદુનો ઉપયોગ કરો. લીંબૂનો રસ અને વાટેલુ આદુને પાણીમાં ઉકાળી કોગળા કરો. દર અડધા કલાલ પછી આવુ કરો.  તેનાથી જલ્દી આરામ મળશે. 
 
3. સંચળ - સંચળનો ઉપયોગ કરીને પણ ટૉન્સિલ્સથી છુટકારો મેળવી શકાય છે. ગરમ પાણીમાં સંચળ નાખીને કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવો જલ્દી દૂર થાય છે. 
 
4. લીંબૂ અને મધ - ગરમ પાણીમાં થોડો લીંબૂનો રસ અને મધ નાખીને પીવો. તેનાથી ગળાનો દુ:ખાવો જલ્દી ઠીક થશે. 
 
5. બેકિંગ સોડા - ટૉન્સિલ્સથી પરેશાન છો તો પાણીમાં બેકિંગ સોડા નાખીને કોગળા કરો. તેનાથી ગળાનુ ઈંફેક્શન દૂર થશે. 
 
6. દૂધ અને હળદર - એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી વાટેલી હળદર મિક્સ કરો. તેનાથી કાકડામાં જલ્દી આરામ મળશે.