શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 3 માર્ચ 2017 (11:27 IST)

અપેંડિક્સનો દુખાવો છે તો અપનાવો આ ઘરેલુ ઉપાયો

અપેંડિક્સ પેટના જમણી બાજુ નીચલા ભાગમાં એક આંતરડુ હોય છે. જે શાકભાજીના સૈલ્યૂલોજને પચાવવાનુ કામ કરે છે. આ આંતરડાનો એક ભાગ ખુલ્લો હોય છે અને બીજો બંધ હોય છે. જ્યારે ખાવાનુ અપેંડિક્સમાં જમા થાય છે તો તે સાફ નથી થઈ શકતુ જેનાથી ઈંફેક્શન થઈ જાય છે.  તકલીફ વધવાથી તેમા સોજો આવી જાય છે અને અસહનીય દુખાવો થાય છે. યોગ્ય સમય પર તેનો ઈલાજ ન કરવાથી ઓપરેશન પણ કરાવવુ પડે છે. તમે ઘરેલુ ઉપાય અપનાવીને પણ આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. 
 
અપેંડિક્સના કારણ 
 
- શરીરમાં ફાઈબરની કમી 
- પેટના આંતરડામાં ખોરાક જામી જવો 
- ફળોના બીજ પેટમાં એકત્ર થવા 
- વધુ મોડા સુધી કબજિયાત રહેવાથી 
- અપેંડિક્સમાં ઈફેક્શન 
 
ઘરેલુ ઉપચાર - 
 
1. દુખાવાથી રાહત મેળવવા માટે હંમેશા પેટ સાફ રાખવુ જોઈએ. પેશાબને વધુ સમય સુધી રોકી રાખવી પરેશાનીનું કારણ બની શકે છે. 
2. એલોવેરા જ્યુસ દ્વારા પણ અપેંડિક્સના દુખાવામાં છુટકારો મેળવી શકાય છે. રોજ એલોવેરા જ્યુસ પીવાથી આંતરડામાં જમા ગંદકી સાફ થઈ જાય છે. જેનાથી પેટમાં ઝેરીલા તત્વો પેદા થતા નથી. 
3. રોજ જમતા પહેલા ટામેટા અને આદુ પર સંચળ નાખીને ખાવાથી પણ ખૂબ લાભ થાય છે. તેનાથી ખાવાનુ સહેલાઈથી પચી જાય છે અને આંતરડામાં જામતુ નથી. 
4. અપેંડિક્સની સમસ્યા થતા કાચુ દૂધ ક્યારેય ન પીવુ જોઈએ.  હંમેશા ઉકાળીને જ તેનુ સેવન કરવુ જોઈએ. 
5. ખાટા અને મસાલેદાર ભોજન ખાવાથી ખૂબ પરેશનઈ થઈ શકે છે. તેનાથી પેટમાં ગેસ થઈ જાય છે અને દુખવો શરૂ થઈ શકે છે.  તેથી અપેંડિક્સ થતા સાદુ ખાવુ જ આરોગ્ય માટે લાભકારી હોય છે. 
6. સવારે ખાલી પેટ પાણી સાથે લસણની 2-3 કળીઓ ખાવાથી ખૂબ રાહત મળે છે. 
7. રોજ છાશમાં સંચળ નાખીને પીવી આ બીમારીમાં ખૂબ અસરદાર સાબિત થાય છે. 
8. ફાઈબર યુક્ત ફળ, શાકભાજીઓ ખાવી અને વધુમાં વધુ પાણી પીવાથી આ સમસ્યામાં ખૂબ લાભકારી હોય છે.