શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શનિવાર, 8 ઑક્ટોબર 2016 (16:17 IST)

ઘરેલુ ઉપચાર - બંધ નાક ખોલવા માટે કરો આ ઉપાય

ઋતુ બદલતા આપણને આપણા સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેવી કે શરદી-તાવ. શરદી-ખાંસી થતા આપણુ નાક મોટાભાગે બંધ થઈ જાય છે. નાક બંધ થતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે. નાક બંધ થતા વિચિત્ર બેચેનીનો અનુભવ થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશુ જેનાથી આ પરેશાનીથી મુક્તિ મેળવી શકાય છે. 
 
1. સ્ટીમ - નાક બંધ થતા ગરમ પાણીથી સ્ટીમ લો. આ સૌથી જૂનો ઉપાય છે. એક વાસણમાં ગરમ પાણી લો અને તેમા થોડી ઈલાયચીનુ તેલ નાખો.  આ વાસણ તરફ ચહેરો કરીને વરાળ લો અને ધાબળા ઓઢી લો જેથી સ્ટીમ સીધી તમારા ગળા અને નાકમાં જાય.  તેનાથી ખૂબ આરામ મળશે. 
 
2. લીંબૂ અને મધ - એક ચમચી લીંબૂના રસમાં કેટલાક ટીપા મધ નાખીને તેને 2-3 દિવસ પીવો. આ ઉપાય નાકને ખોલવા માટે ખૂબ લાભકારી છે.  
 
3. આમલી અને કાળા મરી - આ એક સારો ઉપાય છે. એક કપ પાણીમા6 50 ગ્રામ આમલીનુ પાણી અને અડધી ચમચી કાળા મરી મિક્સ કરીને ઉકાળો. તેનુ સેવન દિવસમાં ત્રણ વાર કરો. 
 
4. એપલ વિનેગર - 2 ચમચી સફરજનનો સિરકા અને અડધી ચમચી મધને એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને સવારે પીવો. તેનાથી નાક ખુલી જશે. 
 
5. નારિયળનુ તેલ - આ સૌથી સરળ ઉપાય છે. જ્યારે પણ નાક બંધ થઈ જાય તો તમારી આંગળીથી નારિયળના તેલને નાકની અંદર સુધી લગાવો. આવુ કરવાથી થોડી જ વારમાં નાક ખુલી જશે. 
 
6. કપૂર - બંધ નાકને ખોલવા માટે સૌથી બેસ્ટ છે કપૂર. તેને તમે નારિયળના તેલ સાથે મિક્સ કરીને સૂંઘી શકો છો.