શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

શુગરને નિયંત્રણમાં રાખે છે લીમડો, જાણો તેના અગણિત ફાયદા

લીમડાના પાનનો ફાયદો બધા જાણે છે પણ તેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરી શકાય છે. વાળમાં ખોડાને પણ લીમડાના પાન ખતમ કરે છે. આયુર્વેદના વિશેષજ્ઞ એ તેના ફાયદા બતાવ્યા છે જે આ પ્રમાણે છે.. 
 
આ છે લીમડાના ફાયદા... 
 
1. લીમડાના પાનમાં ફંગસરોધી અને જીવાણુરોધી ગુણ જોવા મળે છે.  આ ખોડાના ઉપચાર અને માથાની ત્વચાને ઠીક રાખવામાં ખૂબ મદદ કરે છે.  લીમડાના પાનને પાણીમાં ઉકાળીને ઉપયોગ કરવાથી ખોડો ઠીક થઈ જાય છે. 
 
2. મસૂઢાની બીમારીઓમાં પણ લીમડો લાભકારી  હોય છે.  આ મસૂઢાની સૃજનને ખતમ કરે છે.  આ ઉપરાંત મોઢામાંથી આવનારી વાસને પણ દૂર કરે છે. લીમડાના પાનનો રસ મસૂઢા પર રગડવાથી ફાયદો થાય છે. 
 
3. લીમડો ડાયાબીટિસના રોગીઓ માટે ખૂબ લાભકારી છે. આ શુગરને નિયંત્રિત કરે છે. લીમડાના પાનને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. 
 
4. લીમડાના પાન પેટની કૃમિને પણ મારે છે. ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી પેટના કીડા મરે છે અને આ સમસ્યામાંથી રાહત મળે છે.