શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપચાર: જરૂર અજમાવો

P.R
* જો દાઢમાં દુ:ખાવો થતો હોય તો લવિંગના તેલને લગાવવાથી દૂર થઈ જશે.

* માથામાં જોરદાર દુ:ખાવો થતો હોય તો પીપરમેટને ગરમ કરીને માથા પર લગાવવાથી આરામ મળે છે.

* એટકી આવતી હોય તો તુલસી અને ખાંડ ખાઈને પાણી પીવાથી લાભ થશે.

* મોઢામાં ચાંદા પડી ગયાં હોય તો નારિયેળ ખાઈને ઉપરથી પાણી પીવો ઝડપથી મટી જશે.

* ભુખ ન લાગતી હોય તો વરિયાળીના ચુર્ણમાં મધ ભેળવીને દિવસમાં બે વખત એક એક ચમચી ખાવ.

* દાંતના પેઢા સુજી ગયા હોય તો સરસોના તેલમાં મીઠું નાંખીને ધીરે ધીરે પેઢા પર માલિશ કરવાથી તકલીફ દૂર થઈ જશે.