શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપચાર : રસોડામાં વપરાંતા મસાલા છે સ્વાસ્થ્યવર્ધક

P.R
રસોડામાં મૂકવામાં આવેલા કેટલાંક મસાલા ભોજનમાં સ્વાદ વધારવા સિવાય તમારા સ્વાસ્થ્યને પણ સુધારવાનું કામ કરે છે. કેટલાંક લોકોને મસાલા બહુ પસંદ હોય છે તો કેટલાંક એવા લોકો પણ હોય છે જેઓ મસાલા ખાવાનું બિલકુલ પણ પસંદ નથી કરતા. પણ શું તમને માલુમ છે કે આપણા ભોજનમાં પ્રયોગ થઇ રહેલા મસાલા કેટલા સ્વાસ્થ્યવર્ધક અને પૌષ્ટિક હોય છે. જી હા, એવા કેટલાંક મસાલા છે જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. આવો જાણીએ આવા મસાલા વિષે...

અપનાવો આ મસાલા -

લાલ મરચાં - લાલ મરચું એન્ટીસેપ્ટિકના રૂપમાં કામ કરે છે જેમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. લાલ મરચું શરીરને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ જેવા અનેક ઇન્ફેક્શનથી બચાવે છે. તે પાચનને સુચારું કરે છે અને ડાયેરિયામાં રાહત પહોંચાડે છે. જો તમને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું છે તો લાલ મરચું ખાઓ તેનાથી તમને અચૂક રાહત મળશે.

લસણ - આ મસાલો હૃદયના રોગીઓ માટે બહુ પૌષ્ટિક છે. તેની ગંધ કદાચ તમને પસંદ ન પણ હોય છતાં તેમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટીફંગલ તત્વ લસણને એક મજબૂત એન્ટીસેપ્ટિક બનાવે છે. શરીરને અંદરથી સાફ કરવા સિવાય તે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકને કેન્સર તથા અન્ય બીમારીથી પણ બચાવે છે.

હળદર - ઘરમાં એવી અનેક ડિશ બનાવવામાં આવે છે જેમાં હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. તે શરીરના રંગને નિખારે છે અને અંદરની ગંદકીને બહાર કાઢે છે. તે બળતરા, પાચનતંત્ર, વાઇરલ અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાને પોતાના એન્ટી ઉત્તેજક તત્વોથી સુધારવાનું કામ કરે છે.

આદું - તે પાચન માટેની દવા છે, જે શરીરને અંદરથી સાફ કરે છે. આદુંમાં એન્ટી ઇન્ફ્લેમમેટરી ગુણ, એન્ટાસિડ અને લેક્સાટિવ કમ્પાઉન્ડ હોય છે. આદુંનો એક કાપેલો ટૂકડો પેટની કોઇપણ પ્રકારની સમસ્યા, અપચો, ગેસ્ટ્રોઇન્ટ્રેરાઇટિસ અને અન્ય પેટના ઇન્ફેક્શનને સુધારવાનું કામ કરે છે. માથાનો દુખાવો રહે છે તો તમે ચામાં આદું નાંખીને પીઓ તમને રાહત થશે. ઠંડી લાગે તો આદું અને લસણને મિક્સ કરીને ખાવાથી પણ રાહત મળે છે.

તજ - આ મસાલો ચા અને શાકભાજીનો સ્વાદ વધારે છે. તજમાં એસ્ટ્રીજેન્ટ અને એન્ટીમાઇક્રોબાયલ કમ્પોનેન્ટ્સ હોય છે જે નબળા પાચનતંત્રને સુધારી શરીરની શુદ્ધિ કરે છે. આ સિવાય તજ ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ પણ કન્ટ્રોલ થાય છે.