શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 8 ઑગસ્ટ 2014 (18:09 IST)

હેલ્થ કેર - અજમાના ઔષધીય ગુણ

હેલ્થ કેર - અજમાના ઔષધીય ગુણ

અજમો  રૂચિકારક અને પાચક હોય છે. પેટ સંબંધી ઘણા રોગો  દૂર કરવામાં સહાયક હોય છે. જેમ કે વાયુ, વિકાર, કૃમિ ,અપચ  વગેરે. અજમો સ્વાસ્થય વર્ધક સૌંદર્યવર્ધક અને  સુંગંધ અને ઉર્જા આપતા તત્વ હોય છે. આ ખૂબ જ ઉપયોગી હોય છે. 
 
1.સરસિયાના  તેલમાં અજમો નાખી સારી રીતે ગરમ કરો. આ તેલ વડે જોઈંટ્સની માલિશ કરવાથી જોઈનટસના દુ:ખાવામાં આરામ થાય છે. 
 
2.અજમો જાડાપણ ઓછુ  કરવામાં મદદ કરે છે. એટલે રાત્રે એક  ચમચી અજમો એક ગ્લાસ પાણીમાં પલાળી . સવારે ગાળી  તેમાં મધ મિક્સ કરી પીવાથી લાભ થાય છે. 
 
3.મસૂઢામાં સોજો થતાં અજમાના તેલના થોડા ટીપા પાણીમાં મિક્સ કરી કોગળા કરવાથી સોજો ઓછો થાય છે. 
 
4 અજમો ,સંચળ સૂંઠ ત્રણે વાટી ચૂરણ  બનાવી લો. ભોજન પછી તેનું  સેવન કરવાથી અજીર્ણ ગેસની સમસ્યા દૂર થાય છે. 
 
5 આંતરડામાં કીડા થતાં અજમાનું  સંચળ સાથે સેવન કરવાથી લાભ થાય છે.