શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર - ગ્રીન ટી પીવો, વજન ઘટાડો

P.R
ગ્રીન ટી કેવી રીતે કાર્ય કરે છે? - તેની અંદર એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વજનને ઓછું કરવા માટે એક જરૂરી સામગ્રી છે. તે શરીરના મેટાબોલિઝ્મને વધારીને ભૂખ ઓછી કરે છે. રોજ સવારે ઘઉંના બ્રેડ સાથે વેજિટેબલ સલાડ અને ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે. ગ્રીન ટી તમારી કોફી, દારૂ, કોલ્ડ ડ્રિન્કની ટેવને પણ ઓછી કરે છે.

ગ્રીન ટી પીવાના ફાયદા -

કેન્સર : તે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને કેન્સર સામે બચાવ કરે છે. એક કપ ગ્રીન ટી પીવાથી શરીરની અંદર કેન્સરના ટ્યુમર્સ બનતા રોકાય છે.

હૃદય રોગ - તે કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે અને આપણી ધમનીઓને બ્લોક થતી રોકે છે. હાર્ટ અટેક અને હાર્ટને લગતી અન્ય બીમારીઓને આની મદદથી રોકી શકાય છે.

ત્વચા સંબંધી સમસ્યા - જો તમે ગ્રીન ટી પીશો તો તે તમારા રક્તને અંદરથી સાફ કરશે જેનાથી તમે ડાઘ વગરની અને નિખરેલી ત્વચા મેળવશો. ગ્રીન ટીથી ચહેરા પર થતાં ખીલ અને તેના ડાઘા દૂર થઇ શકે છે.