શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: ગુરુવાર, 10 જુલાઈ 2014 (17:38 IST)

હેલ્થ કેર - તમારા આહારમાં છુપાયુ છે આરોગ્યનું રહસ્ય

હેલ્થ કેર - તમારા આહારમાં છુપાયુ છે આરોગ્યનું રહસ્ય

આજના  આધુનિક જીવનશૈલીમાં ,ભોજનની થાળીમાંથી  ભોજન જાણે કે લુપ્ત જ થઈ રહ્યું છે. ફિટ અને પતળા દેખાવવાના ચક્કરમાં  લોકો ખાવાથી દૂર ભાગી રહ્યા છે. ખરુ જોવા જઈએ તો આરોગ્યનું રહસ્ય આપણા રોજના ખોરાકમાં જ છિપાયેલુ છે.  
 
* મોં અને દાંતની સ્વચ્છતાનું ધ્યાન રાખો, સૂકો ધાણા ચાવીને મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરો. મુલેઠી અથવા નાના એલચી ચાવવાથી પણ મોંઢાની દુર્ગંધ દૂર થાય  છે. જમ્યા  પછી વરિયાળી ખાવાથી પણ  મોંઢાની દુર્ગંધ દૂર થાય છે.  
 
* ખાંસીથી છૂટકારો મેળવવા માટે 5-6 લવિંગને શેકી તુલસીના પાન સાથે ખાવાથી તમામ પ્રકારની ખાસીથી લાભ મળે છે.  હળદરના ટુકડાને ઘીમાં શેકી રાતે સૂતી વખતે  સમયે મોઢામાં રાખવાથી ખાંસી અને  કફમાં  લાભ થશે . એ જ રીતે, બે ગ્રામ મરી પાવડર અને દોઢ ગ્રામ મિશ્રીનો ચૂરણ મિક્સ કરી દિવસમાં  ત્રણ-ચાર વાર એક ગ્રામ મધ સાથે ચાટવાથી લાભ થશે. 
 
* પેટનો દુ:ખાવામાં છુટકારો મેળવવા 1 ગ્રામ સિંધાલૂણ અને 2 ગ્રામ અજમાનું ચૂરણ તાત્કાલિક પેટના દુખાવોમાં આરામ મળે છે. મૂળાના રસમાં લીંબૂનો રસ મિક્સ કરી પીવાથી ભોજન પછી પેટના દુ:ખાવો કે ગેસથી રાહત મળે છે. હિંગ અને સંચળ  નાખી ગરમ તેલ પેટ પર લગાવવાથી પણ આરામ મળે છે. જો પેટમા આંટાની    ફરિયાદ હોય તો   દહીં સાથે  મેથી મિક્સ કરી ખાવ.