ઘરને શણગારવા માટેની જરૂરી ટીપ્સ
-
દિવાલને એથનિક લુક આપવા માંગતા હોય તો પોતાની કોઈ જુની ભારે વર્કવાળી સાડીને કાપીને ફ્રેમ કરાવીને દિવાલ પર લગાવી દો. -
લાઈનીંગવાળા પડદા લગાવો. ઉભી લાઈનવાળા પડદા રૂમને આકર્ષક લુક આપે છે. પડદાનો રંગ દિવાલો અને ફર્નીચરની સાથે મેચ થતો હોય તેવો લેવો. -
આજકાલ બજારમાં ખુબ જ સુંદર આકર્ષક ડિઝાઈનવાળા લેમ્પ મળે છે. તેનો ઉપયોગ તમારા ઘરને એકદમ નવો જ લુક આપશે. -
જો સામાન રાખવા માટે કેબિનેટ બનાવવાના ખર્ચને પહોચીવળાય તેમ ન હોય તો લાકડી અને કાંચના શેલ્ફ બનાવી દો. આનો વધુ પડતો ખર્ચ પણ નથી થતો અને દેખાય પણ છે સુંદર. -
લેમિનેટેડ ફ્લોરિંગનો ઉપયોગ કરો. તે સાફ કરવા માટે એકદમ સરળ અને ટકાઉ પણ હોય છે.