રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

કોરોનાના ડરથી નથી ચલાવી રહ્યા AC, તો ગરમીમાં ઘરને ઠંડુ રાખવા અપનાવો આ 5 ટિપ્સ

ગરમી  હવે તેનો રંગ બતાવવા માંડી છે. કોરોનાના ડરને કારણે, લોકો હજી પણ ઘરે એસી-કુલર ચલાવવાનું ટાળી રહ્યા છે. તો પછી ગરમીનો પ્રકોપથી કેવી રીતે બચવુ ? કેટલાક ઉપાય છે જેનાથી ઘરને ઠંડુ રાખવામાં મદદ મળી શકે છે. જાણો કેવી રીતે. 
 
1 - જો તમારું ઘર ઉપરના માળે છે, તો દેખીતુ છે કે  ગરમી વધારે રહેશે. આવી સ્થિતિમાં, તમે ટેરેસ પર એક નાનકડો બગીચો તૈયાર કરી શકો છો. આ ઉપરાંત ગ્રીન શેડ પણ લગાવી શકાય છે. વાંસ લગાવીને કેટલીક બેલ કે લતાઓ તેના પર ચઢાવી શકો છો. ટોપ ફ્લોર પર હવાની અવર જવર સારી રહે છે.  તેથી સાંજે ઘરની બારી-બારણા ખોલી દો. 
 
2 - રસોડામાં અથવા બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવો જ જોઇએ. તેનાથી અંદરની ગરમી બહાર જતી રહેશે. રસોઈ બનાવતી વખતે ચિમની કે એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ જરૂર કરો અને રસોડાની બારી ખોલી નાખો. જેથી તાપથી ઉત્પન્ન થતી ગરમીને બહાર નીકળવાનો રસ્તો મળે. 
 
3 - ગરમીમાં હળવા રંગ અને સુતરાઉ કાપડ વધુ રાહત આપે છે. પોતાના ઘરના પડદા, ચાદરો, કુશંસ અને સોફા કવરસ વગેરે હળવા રંગમાં મુકો.  ધ્યાન રાખો કે  આ સમયે કૉટન ફૈબ્રિકનો જ ઉપયોગ કરો.  તેનાથી ઘરમાં થોડી ઠંડકનો એહસાસ થશે.  તમે બધા પરિવારમાં પણ સૂતી કપડાનો ઉપયોગ વધુ કરો. 
 
4. બારીની તરફ સ્પેસને ખાલી રાખો. જેથી હવા સહેલાઈથી અવર-જવર કરી શકે. કારપેટ હવે ન પાથરશો.  સાથે જ રૂમમાં થોડા વોટર એલિમેંટ પણ મુકો. સીધો તાપ જ્યાથી આવતો હોય એવી બાલકનીમાં શેડ્સ લગાવી શકો છો કે પછી પડદા લગાવો. ઘણી રાહત મળશે. 
 
5. ઘરમાં કારણ વગર લાઈટ્સ ન ચલાવશો અને વધુ ચમકતી લાઈટ્સનો ઉપયોગ ન કરો.  તેને બદલે ડિમ લાઈટ્સ કે લૈપ શેડ્સનો ઉપયોગ કરો.  તેનાથી રૂમ ઠંડો રાખવામાં મદદ મળશે.