શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

હોમ કેર ટિપ્સ : લાકડીના ફર્નિચરને ચમકાવવાના સહેલા ઉપાય

ઘરમા મુકેલા લાકડીના ફર્નીચર જો ચમક ગુમાવી ચુક્યા હોય તો તેમને ફરીથી નવુ લુક આપવા માટે તમારે હવે વધુ મહેનત કરવાની જરૂર નથી. ઘરમા હાજર એવી અનેક વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીને તમે ત્મારા જૂના લાકડીના ફર્નીચરને નવા જેવુ લુક આપી શકો છો.

મિનિરલ ઓયલ અને લીંબૂ - મિનરલ ઓઈલમાં લીંબુનો રસ મિક્સ કરો. પહેલા ફર્નીચરને સૂકા કપડાંથી લૂંછી લો અને પછી તે મિશ્રણમાં કપડું ડૂબાડી ફર્નીચર પર લગાવો. થોડીવાર સૂકવા દો. આ મિશ્રણને ઓછામાં ઓછુ ત્રણ વાર ફર્નીચર પર લગાવો. સૂકાયા બાદ તેની ચમક જોવા જેવી રહેશે.

પેટ્રોલિયમ જેલી - વૈસલીન જેવી પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ પણ ફર્નીચરને ચમકાવવામાં મદદરૂપ થઈ શકે છે. પેટ્રોલિયમ જેલીને ફર્નિચર પર લગાવો અને પાણી છાંટીને કપડાથી સાફ કરો. લાકડી પર લાગેલ દાગને છોડાવવામાં પણ આ મદદરૂપ બની શકે છે.
 
P.R


માયોનીજ - માયોનીજ પાસ્તાને સ્વાદિષ્ટ બનાવવા માટે વપરાય છે. આ માયોનીજ લાકડીને પણ ચમકાવે છે. લાકડી અપ્ર લાગેલા ડાગ ધબ્બાને દૂર કરવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે. કપડામાં માયોનીજ લો અને દાગ પર તેને ઘસો. દાગ એની જાતે જ દૂર થઈ જશે.

જૈતૂનનું તેલ - લાકડીના ફર્નીચર પર થોડુ ઓલિવ ઓઈલ છાંટો અને કપડાથી સારી રીતે ઘસીને છોડી દો. દસ મિનિટ પછી તેને ચોખ્ખા કપડાંથી લૂંછો, ફર્નીચર ફરીથી નવા જેવુ દેખાશે.