રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: બુધવાર, 3 એપ્રિલ 2024 (11:29 IST)

Mosquito Remedies- મચ્છરોના આતંકથી થયા પરેશાન? આ રીતે કરો ઉપાય

ઉનાડામાં મચ્છરોના આતંકથી બચવા માટે કેટલાક નેચરલ રીતે અજમાવી શકો છો. 
 
Mosquito Remedies: ઉનાડામાં મૌસમમાં મચ્છરોના આતંક વધવા લાગ્યુ છે. મચ્છરોના કારણે ડેંગૂ અને મલેરિયા જેવા રોગ થવાના પણ ખતરો રહે છે. મચ્છર માત્ર ઘરના બાહર્ત જ નહી પણ ઘરમાં પણ ખૂબ પરેશાન કરે છે. તેનાથી બચવા માટે કેટલાજ નેચરલ રીતે છે જે તમે ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ છે. 
 
લીમડાનુ ઑયલ
લીમડાનુ તેલ મચ્છરોને દૂર કરવામાં મદદ કરે છે. તમે તમારી સ્કિન પર કે ઘરમાં લીમડાનુ તેલનો ઉપયોગ કરી શકો છો. 
 
તુલસી 
તુલસીના છોડને ઘરની આસપાસ લગાવવુ મચ્છરોને દૂર રાખે છે તુલસીની સુગંધ મચ્છરોને ભગાવે છે. 
 
નીલગિરીનુ તેલ 
નીલગિરીનુ તેલ મચ્છરોને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગ સ્કિન પર કે ઘરની આસપાસ કરી શકે છે. 
 
કપૂર 
કપૂરનો ઉપયોગ પણ મચ્છરોને ભગાડવામાં કરી શકાય છે. ઘરની અંદર કે બહાર કપૂર સળગાવીમે મચ્છરોને દૂર રાખી શકાય છે. 
 
લેવેંડર ઑયલ 
લેવેંડર ઑયલની સુગંધ મચ્છરોને ભગાડવામાં મદદગાર હોય છે.  તેનો ઉપયોગ સ્કિન પર કે ઘરમાં કરી શકાય છે. 
 
મિંટ પ્લાંટસ 
ફુદીના છોડને ઘરની આસપાસ લગાવવુ પણ મચ્છરોને દૂર રાખવામાં મદદ કરી શકે છે. આ નેચરલ રીતે તમે મચ્છરોને તમારાથી દૂર રાખી શકો છો અને તેનાથી બચાવ કરી શકો છો.  

Edited By- Monica sahu