શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : શનિવાર, 24 ઑક્ટોબર 2015 (17:25 IST)

હોમ ટિપ્સ - તમારા રસોડાના વાસણો ચમકાવવાની આટલી ટિપ્સ અજમાવી જુઓ

જો તમે ઈચ્છો છો કે તમારા કિચનનો સામાન ચમકી ઉઠે તો અહી અમે તમને બતાવી રહ્યા છે કેટલાક ઘરેલુ ઉપાયો બતાવી રહ્યા છે જેને અપનાવવાથી તમારા રસોડાના વાસણો ચોક્કસ ચમકી ઉઠશે અને તમારા કિચનની સુંદરતા વધી જશે. 
 
પ્રેશર કુકરની અંદર બળી જવાના ડાધ પડી ગયા હોય તો તેમા પાણી અને સોડા નાખી થોડીવાર ઉકાળો. 
 
- તેલના ચિકણા ડબ્બાને અરીઠા પાવડર અને ખાટા દહીને મિક્સ કરી લગાવીને સાફ કરો. આ ક્રિયા બે વાર કરો. તેનાથી ડબ્બાની ચિકાશ અને વાસ પણ સાફ થઈ જશે. 
 
- તાંબા પિત્તળની વસ્તુઓ પર લીલા રંગના દાગ બની જાય છે. આ દાગને નવસાર(ખાર) અને મીઠુ મેળવેલ મિશ્રણથી દૂર કરી શકાય છે. 
 
- જો એલ્યુમિનિયમના વાસણોમાં એવા દાગ લઈ ગયા હોય જે સાફ નથી થઈ રહ્યા તો સોડા ને ઉકળતા પાણી એ વાસણમાં નાખો. 2 ચમચી સોડા અને 1/4 ગરમ પાણી મિક્સ કરો. આ તમે કોઈ મોટા વાસણમાં ગરમ કરીને પછી તેમા નાના નાના વાસણો નાખી શકો છો કે પછી આ ઉકળતા પાણીને તમે ગંદા વાસણો પર નાખી શકો છો. જ્યારે પાણી એકદમ ઠંડુ થઈ જાય ઓત તમે જોશો કે કેવા ગંદા વાસણો પરથી દાગ સાફ થઈ ગયા હશે. જો દાગ ન જાય તો તેને કોઈ સ્ક્રબરથી ઘસીને સહેલાઈથી દૂર કરી શકો છો.  
 
એલ્યુમીનિયમના બળેલા વાસણોને સાફ કરવા માટે તેમા એક ડુંગળી સારી રીતે ઉકાળી લો. પછી વાસણને ધોવાના પાવડરથી સાફ કરો.