શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. સ્વતંત્રતા દિવસ 08
Written By વેબ દુનિયા|

ભાગલા પાડો ને રાજ કરો

P.R

'ભાગલા પાડો ને રાજ કરો'ની ખરાબ નીતિ. આ મુદ્દે મુસ્લીમ લીગ અને બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અંગ્રેજોનો ભરપુર સાથ આપ્યો હતો. સ્વતંત્રતા બાદ એક પૃથક મુસ્લીમ રાષ્ટ્રની માંગના લીધે છેલ્લે દેશનું વિભાજન થયું જેના દુષ્પરિણામ આપણે આજે પણ ભોગવી રહ્યાં છીએ.

પ્લાસીનું યુદ્ધ, સ્વતંત્ર સંગ્રામ તેમજ ભારતની સ્વતંત્રતા આ બધી જ ઘટનાઓમાં આજે પણ આપણા માટે મહત્વપુર્ણ પાઠ સંતાયેલા છે. જુન 1757માં થયેલી પ્લાસીની લડાઈથી જ ભારતમાં બ્રિટિશ ઔપનિવેશક શાસનની મજબુત રીતે શરૂઆત થઈ. અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજુદ્દૌલાને કેવી પરિસ્થિતિઓની અંદર તેમના સેનાપતિ મીર જાફરને ગદ્દારીથી પરાસ્ત કર્યા હતાં. હવે આ વાતો તો ફક્ત દંતકથાઓમાં જ રહી ગઈ છે. વર્ષો પછી જવાહરલાલ નહેરૂએ ટીપ્પણી કરી હતી કે અંગ્રેજોએ રાષ્ટ્રદોહ અને જાલસાજીને મહત્વ આપીને પોતાના સામ્રાજ્યનો રસ્તો બનાવ્યો હતો.

ત્યાર પછી એક સદી બાદ 1857માં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામને કચડી દિધા બાદ મુગલ સમ્રાટ બહાદુર જફર પર 7 જાન્યુઆરીએ કેસ શરૂ કર્યો હતો. 1757માં અંગ્રેજોએ રાષ્ટ્રદોહ અને દગો કરીને પોતાના શાસનની સ્થાપના કરી હતી ત્યાં 1857માં તેમણે પોતાના શાસનની વિરુદ્ધ વિદ્રોહ કરનારને નિર્મમ કત્લ કરીને સત્તા પર પોતાની પકડ મજબુત કરી હતી. એટલે સુધી કે અંગ્રેજોએ સમ્રાટના પુત્રો સહિત તેમના પરિજનોની દિવસ દરમિયાન હત્યા કરી દિધી હતી.

આજે 150 વર્ષ બાદ આ વાતને ધ્યાન પર ન લેવી તે અશક્ય છે કે સામ્રાજ્યવાદી તાકાતોની બર્બરતામાં કોઈ ખાસ પરિવર્તન નથી આવ્યું. સદ્દામ હુસૈન પર ખોટા કેસ અને તેમને ફાંસી આપી તે પહેલાં તેમના બંને પુત્રોની હત્યા કરી દેવાઈ હતી. 1857માં અંગ્રેજોની જેમ જ આજે અમેરિકા સામ્રાજ્યવાદ છળ, નિર્મળતાપુર્વક દમન, મૌત અને ખુન-ખારાબી દ્વારા વિશ્વ પર પોતાનું પ્રભુત્વ કાયમ રાખવા માંગે છે.

અંગ્રેજોએ 1857ની ઘટનાઓથી તે વાત જાણી લીધી હતી કે જો તેમણે ફરીથી ક્યારેય પણ ભારતની અંદર પોતાના શાસનની વિરુદ્ધ જુદી જુદ્દી ભાષાઓ, ધર્મ અને જાતીય સમુહની અંદર એકતા સ્થાપીત થવા દિધી તો તેમનું અહીંયા ટકી રહેવું શક્ય નહિ બને. તેથી આના દ્વારા ' ભાલગા પાડો અને રાજ કરો ' ની નીતિ જન્મી.