બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. સ્વતંત્રતા દિવસ
Written By વેબ દુનિયા|

લાલ કિલ્લા પર 16 ઓગષ્ટે રાષ્ટ્રધ્વજ !

- અક્ષેશ સાવલિયા

શું ખરેખર લાલ કિલ્લા ઉપર 16મી ઓગષ્ટે રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો ? હા, લાલ કિલ્લા ઉપર 15મી ઓગસ્ટે રાષ્ટ્રિય ધ્વજ લહેરાવ્યો હતો એવી માન્યતા લોકોના દિમાગમાં છે તે ધારણા ખોટી છે તેવું આઝાદીના 60માં વર્ષમાં દેશના ફૌજી અખબારે બતાવ્યું છે.

30મી ઓગષ્ટ, 1947ના અંકમાં 15મી ઓગષ્ટનો સમગ્ર અહેવાલ ફૌજી અખબારે તેની રક્ષા પત્રિકામાં આપ્યો હતો. દેશની સૌથી જુની રક્ષા પત્રિકાની નકલ સંરક્ષણ મંત્રાલયે બહાર પાડી છે. આ અખબારમાં જણાવ્યા મુજબ આઝાદી મળયા બાદ તિરંગો ધ્વજ લાલ કિલ્લા ઉપર 15મી ઓગષ્ટના બદલે 16મી ઓગષ્ટ, 1947ના રોજ લહેરાવવામાં આવ્યો હતો. ફૌજી અખબારનું પ્રકાશન 1909માં શરૂ કરવામાં આવ્યું હતું જે હવે સંરક્ષણ મંત્રાલય સૈનિક સમાચારના નામથી કરે છે. ફૌજી અખબારમાં નોધવામાં આવ્યું છે તે મુજબ 15 ઓગષ્ટના રોજ તિરંગો લહેરાવવામાં આવ્યો, પરંતુ આ ધ્વજારોહણ લાલ કિલ્લા ઉપર નહીં, બંધારણ સણાના ઉપર સવારના સમયે અને પ્રિંસેસ પાર્કમાં સાંજના સમયે કરવામાં આવ્યું હતું.

આ અખબારમાં જણાવ્યા મુજબ 15મી ઓગષ્ટના દિવસે સવારે દિલ્હીમાં અને તેની આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. પોલીસ વ્યવસ્થા આ માનવ મહેરામણને રોકી ના શકતા ગાર્ડ ઓફ ઓનર માટે જમા થયેલા સશસ્ત્ર દળોના જવાનો પાસે લોકો પહોચી ગયા હતાં. ઉમટી પડેલા લોકો સામે સુરક્ષા જવાનોએ હથિયારો હેઠા મુકી દીધા હતાં. આ દરમિયાન ઔપચારિક સમારંભનું સંપૂર્ણપણે રિહર્સલ કરવામાં આવ્યું હતું. લોકોએ આખા વાતાવરણને ઉલ્લાસ અને ગગનભેદી નારાઓમાં ફેરવી દીધું હતું.

બંધારણ સભામાં લોર્ડ માઉંટ બેટનને દેશના પ્રથમ ગવર્નર જનરલના સોગંધ સંધિય અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કાનિયાએ અપાવ્યા હતાં. આમ, આ દિવસે એટલે કે 15મી ઓગસ્ટના રોજ બંધારણિય સભા ઉપર તિરંગો લહેરાયો હતો. જ્યારે 16મી ઓગષ્ટના રોજ લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાયો હતો. આ જાણકારી 60 વર્ષ બાદ આપણેને જાણવા મળે છે, આમતો આ વાત ઘણા લોકોને ખબર પણ હશે, તેમછતાં ફોજી અખબારે આપેલી માહિતિ બદલ તેને ધન્યવાદ આપ્વો જોઇએ.