Changemakers - ડૉ. વર્ગીસ કુરિયન શ્વેત ક્રાંતિના જનક
varghese Kurians -શ્વેત ક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસના અવસર પર દર વર્ષે દેશમાં 26 નવેમ્બરના રોજ નેશનલ મિલ્ક ડે (રાષ્ટ્રીય દૂધ દિવસ) ઉજવાય છે. 2014થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે.
વર્ગીઝ કુરિયનનો જન્મ કેરલના કૉઝિકોડમાં 26 નવેમ્બર 1921ના રોજ થયો હતો. કુરિયનને ભારતના મિલ્કમેન પણ કહેવાય છે.
વર્ગીસ કુરિયને (verghese kurien) ભારત (India)ને સૌથી વધારે દૂધ (Milk)ઉત્પાદન કરનારા દેશમાં મુકી દીધો હતો.
કુરિયનના નેતૃત્વમાં જ ભારતને દૂધ ઉત્પાદમાં આત્મનિર્ભર બનવાની દિશામાં કામ શરૂ કર્યુ હતુ અને આજે ભારતનુ નામ દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં અગ્રણી દેશો સાથે જોડાય છે.
વર્ગીસ કુરિયરે જ અમૂલની સ્થાપના કરી હતી. ટોચના નેતા વલ્લભભાઈ પટેલની માર્ગદર્શન પર આ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી.
તેમણે ડેરી સહકારી મંડળીઓના આનંદ (Anand Model) મોડલની શરૂઆત કરી અને વિવિધ "ટોપ-ડાઉન" અને "બોટમ-અપ" અભિગમોના આધારે દેશભરમાં તેનું અનુકરણ કર્યું, જ્યાં કોઈ ખેડૂતનું દૂધ નકારવામાં આવ્યું ન હતું અને ગ્રાહકો દ્વારા કિંમતના 70-80% ચૂકવવામાં આવ્યા હતા. ડેરીના માલિકો દૂધ અને દૂધ ઉત્પાદનોના માર્કેટિંગ, પ્રાપ્તિ અને પ્રક્રિયાને નિયંત્રિત કરનારા હતા.