સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રૂબરૂ
  4. »
  5. કલાકારો સાથે મુલાકાત
Written By વેબ દુનિયા|

અમિત ટંડન સાથે મુલાકાત

તમારા આલ્બમ વિશે જણાવો
- મારો આલ્બમ તન્હા રીલીઝ થયો છે. ઈંડિયન આઈડલ ખત્મ થયા બાદ મારી ઈચ્છા હતી કે હુ એક આલ્બમ બનાવુ. આ આલ્બમની અંદર મારા જ પસંદનું સંગીત છે. આની અંદર એક ગુલસ્તાની જેમ અલગ-અલગ ગીતો છે. ગીતોની સાથે સાથે આનો વિડિયો પણ ખુબ જ સુંદર છે.

એક કલાકાર માટે તેનો પહેલો આલ્બમ તેના હૃદયની ખુબ જ નજીક હોય છે અને તમારો તો ખુશીથી ભરેલો એક પરિવાર પણ છે તો પછી તમે તમારા આલ્બમનું નામ તન્હા કેમ રાખ્યું?
-હા હુ મારા લગ્નથી ખુબ જ ખુશ છુ. મારા આલ્બમનું નામ તન્હા એટલા માટે રાખ્યુ કેમકે આ આલ્બમનું ટાઈટલ ટ્રૈક અને ટાઈટલ વીડિયો ‘ તન્હા હુ મૈ ’ છે. આ ગીતને વિચારીને મે મારા આલ્બમનું નામ તન્હા રાખ્યુ કેમકે જ્યારે લોકો ગીત અને વીડિયોને જોવે છે અને સાંભળે છે તો આલ્બમનું નામ પણ યાદ આવી જાય છે.

આ આલ્બમની અંદર કેટલા ગીતો છે?
- આની અંદર કુલ 14 ગીતો છે. તેમાંથી ચાર ઓરીજીનલ ગીતોના રીમિક્સ છે. આની અંદર અલગ અલગ પ્રકારના ગીતો છે. પોપ રોક ગીતો છે, પંજાબી ગીતો અને પોપ રોમેંટીક હીંદી ગીતો પણ છે. પોપ રોક ગીતોની સાથે સાથે સુફિયાના ગીતો પણ છે. હુ જેવી રીતે ગીતો સાંભળવાનું પસંદ કરૂ છું તે જ રીતે મે ગીતનો આલ્બમ પણ બનાવ્યો છે. પંજાબી મ્યુઝીકનો હુ ખુબ જ મોટો ફેન છું. ગુરૂદાસમાનજીને હુ સાંભળતો આવી રહ્યો છું. હુ આજકાલનું પંજાબી મ્યુઝીક પણ સાંભળુ છું. બસ આ જ બધી બાબતોનું ધ્યાન રાખતાં મે બધા જ ગીતો આ આલ્બમની અંદર મુક્યા છે. ‘તન્હા હુ મૈ ’માં હીપ હોપનું ફ્લેવર આવે છે. ગીતોના શબ્દો પર પણ અમે ઘણું ધ્યાન આપ્યુ છે કે જેથી કરીને તેની અંદર અર્થ પણ હોય. અમે ગીતોના શબ્દો અને તેના સંગીત પર ઘણી મહેનત કરી છે અને ‘તન્હા’ તેનું પરિણામ છે.
W.D

સામાન્ય રીતે પહેલાં મ્યુઝીક આલ્બમ આવે છે અને પછી તે રીમિક્સ થઈ જાય છે. પરંતુ તમે તો ચાર રીમિક્સ તેની અંદર જ નાંખી દિધા. તેનું શું કારણ છે?
- મે વિચાર્યું કે ઓડિયંસને જરા પણ નિરાશ નથી કરવી. કેમકે આ મારી જીંદગીનો સૌથી પહેલો આલ્બમ છે અને મારા હૃદયની ખુબ જ નજીક છે. જ્યારે તમે પહેલી વખત કોઈ કામ કરો છો ત્યારે તમારા અલગ વિચારો હોય છે. મે વિચાર્યુ હુ ઓડિયંસને પહેલી વખત જે કંઈ પણ આપીશ તેમાં કોઈ જ ઉણપ નહી છોડુ પછી ભલે ને તે ગીતમાં હોય, રીમિક્સમાં હોય કે વિડીયોમાં. શરૂઆતમાં બે જ વિડીયો બનાવ્યા છે અને ઝડપથી ત્રીજો અને ચોથો વિડિયો પણ બની જશે.

‘તન્હા’ ગીતના વિડીયો વિશે કંઈ જણાવશો ?
- મે વિચાર્યું હતું કે આનો વિડીયો બધા કરતાં અલગ હોવો જોઈએ. આજકાલ ફિલ્મોનો એટલો બધો પ્રભાવ છે કે પોપ આલ્બમ ક્યાંક ને ક્યાંક સંતાઈ જાય છે. તો મને લાગ્યુ કે મારી ઓળખાણ બનાવવા માટે મારો વિડીયો પણ અલગ હોવો જોઈએ. અમે આનો લુક ઘણો ઈંટરનેશનલ રાખ્યો છે. ‘તન્હા’ના ટાઈટલ વિડીયો ટ્રૈકમાં બ્લેક અને વ્હાઈટ સેટિંગ રાખ્યું છે. આખા વિડીયોને મારી પર જ ફિલ્માવવામાં આવ્યો છે.