બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2018
Written By
Last Modified: બુધવાર, 2 મે 2018 (00:18 IST)

IPL 2018 : RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 14 રને હરાવી લાંબા સમય બાદ જીતનો સ્વાદ લીધો

IPL 2018 : RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 14 રને હરાવી   લાંબા સમય બાદ વિરાટની ટીમને મળી જીત,  8 મેચોમાં મુંબઈનો છઠ્ઠો પરાજય. : 20 ઓવરના અંતે 153 રન જ બનાવી શકી મુંબઈ, 
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 167 રન બનાવ્યા હતા. બેંગ્લોર વતી ઓપનર મનન વોહરાએ સર્વાધિક 45 રન બનાવ્યા હતા. મેક્ક્લુમે 37 અને કોહલીએ 32 રનનું યોગદાન આપ્યું હતું.
આ પહેલા આઈપીએલ 2018ની આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈની ટીમમાં ઇજાગ્રસ્ત લુઈસના સ્થાને પોલાર્ડને ફરી ટીમમાં સ્થાન આપવામાં આવ્યો હતો.