સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 2 ઑક્ટોબર 2020 (23:59 IST)

CSK vs SRH Highlights: ધોનીની શાનદાર બેટિંગ કામ ન આવી, સનરાઈઝર્સથી 7 રને હાર્યુ સુપરકિંગ્સ

આઈપીએલની આ નવી સીઝનમાં પ્રથમ જીત બાદ બીજી જીતની રાહ જોઈ રહેલા ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)  ચોથી મેચમાં પણ  સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સામે  7 રને હારી ગઈ છે. સીએસકેના સુકાની એમએસ ધોની (એમએસ ધોની) અહીં અણનમ 47 રનની લડત અણનમ ઇનિંગ રમી હતી પરંતુ મેચને રોમાંચક બનાવવા છતાં તેની ઇનિંગ્સ કામ ન આવી . આ ટૂર્નામેન્ટમાં ચેન્નઈની આ સતત ત્રીજી હાર છે.
 
તો અભિષેક શર્માએ 31, વૉર્નરે 28 અને મનિષ પાંડેએ 29 રનનું યોગદાન આપ્યું હતુ. ચેન્નઈ તરફથી દીપક ચહરે 2 અને શાર્દુલ ઠાકુર અને પિયુષ ચાવલાએ 1-1 વિકેટ ઝડપી હતી. 165 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની ટીમે 42 રનમાં જ પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 35 બૉલમાં 50 રન ફટકારીને ચેન્નઈને સારી સ્થિતિમાં લાવ્યું હતુ. જોકે ધીમી બેટિંગના કારણે આખરે ચેન્નઈનો રને પરાજય થયો હતો. ચેન્નઈ તરફથી જાડેજા 50, ધોની અણનમ 47 અને ફાફ ડુ પ્લેસિસી 22 રન બનાવ્યા હતા.
 
છેલ્લી 4 મેચમાંથી 3માં ચેન્નઈનો પરાજય
 
ચેન્નઈએ પોતાની પહેલી મેચમાં વર્તમાન ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સને હરાવી હતી, પરંતુ ત્યારબાદ તેને પોતાની બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો. હારથી વધારે ચિંતાજનક ચેન્નઈની રમતની રીત અને તેના ખેલાડીઓનું ફોર્મ છે.  એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ પાંચમી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી. જાડેજાએ 35 બોલમાં 50 રન બનાવ્યા. જ્યારે ધોની 47 રને અણનમ રહ્યો. આ બંને સિવાય ફાફ ડુ પ્લેસીસે 22 રન કર્યા. બાકીના બેટ્સમેનોએ ટીમને નિરાશ કર્યા.
 
ચેન્નઈનો કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અણનમ પેવેલિયન પરત ફર્યો, પરંતુ ટીમને જીતાડી શક્યો નહીં. આ સીઝનમાં બીજીવાર અને લીગમાં છઠ્ઠી વાર ધોની અણનમ રહ્યો પણ ટીમને મેચ જીતાડી શક્યો નહીં. આ પહેલા તે રાજસ્થાન રોયલ્સ સામે શારજાહમાં 29 રને નોટઆઉટ રહ્યો હતો. પરંતુ ચેન્નાઈ જીતી શકી નહોતી.
 
ચેન્નઈએ પોતાની પહેલી મેચમાં વર્તમાન ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સને હરાવી હતી, પરંતુ ત્યારબાદ તેને પોતાની બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો. હારથી વધારે ચિંતાજનક ચેન્નઈની રમતની રીત અને તેના ખેલાડીઓનું ફોર્મ છે. મહેન્દ્ર સિંહ ધોની પોતાની જાદૂઈ કેપ્ટનશિપ માટે જાણીતો છે અને હજુ લીગની અનેક મેચો બાકી છે, આ કારણે ચેન્નઈને કોઈ ટીમ હળવાશમાં ના લઈ શકે.