રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (00:01 IST)

PBKS vs RR : રોમાંચક મેચમાં રાજસ્થાને પંજાબને 2 રનથી હરાવ્યુ, કાર્તિક ત્યાગી બન્યા હીરો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનની 32 મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 2 રનથી હરાવી દીધુ છે. રાજસ્થાને આ મેચમાં ઇવિન લેવિસ, યશસ્વી જયસ્વાલ અને મહિપાલ લોમરોરની શાનદાર ઇનિંગના આધારે 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પંજાબ માત્ર 183 રન જ બનાવી શક્યું હતું. રાજસ્થાન ટીમની આ જીતના હીરો ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગી રહ્યા, જેમણે છેલ્લી ઓવરમાં માત્ર એક રન આપ્યો અને પોતાની ટીમને 2 રને રોમાંચક જીત અપાવી. આ મેચન્ર્ર 19 મી ઓવર સમાપ્ત થયા પછી પણ પંજાબનો વિજય નિશ્ચિત દેખાય રહી હતી, કારણ કે તેમને માત્ર 4 રનની જરૂર હતી, જ્યારે તેમની આઠ વિકેટ સલામત હતી.
 
- રાજસ્થાનના ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ હારેલી બાજીને જીતમાં પલટી નાખી અને તેમણે ટીમને પંજાબ સામે બે રને રોમાંચક જીત અપાવી.
 
 
- રાજસ્થાન પંજાબ સામે 100 રન પૂર્ણ કર્યા છે. યશસ્વી ટકીને રમી રહ્યા છે અને પચાસની નજીક છે.
- રાજસ્થાનની પ્રથમ વિકેટ બાદ પંજાબને બીજી વિકેટ મળવામાં વધુ સમય લાગ્યો ન હતો. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટીમને નિરાશ કર્યા અને ફક્ત 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. ઇશાન પેરોલે તેમની વિકેટ ઝડપી. 

12:00 AM, 22nd Sep
- રાજસ્થાનના ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ હારેલી બાજીને જીતમાં પલટી નાખી અને તેમણે ટીમને પંજાબ સામે બે રને રોમાંચક જીત અપાવી.


09:32 PM, 21st Sep
- રાજસ્થાને પંજાબને જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબ તરફથી અર્શદીપ સિંહે 5 વિકેટ લીધી, જ્યારે શમીએ પણ 3 વિકેટ લીધી.


09:13 PM, 21st Sep
-  પંજાબના ઝડપી બોલર અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરતા રાજસ્થાનના ખતરનાક બેટ્સમેનોને એક પછી એક નિશાન બનાવ્યા છે. આ વખતે તેણે મહિપાલ લોમરોરને પેવેલિયન ભેગા કર્યા.  રાજસ્થાનની ઇનિંગની આ છઠ્ઠી વિકેટ છે.


09:00 PM, 21st Sep
- રાજસ્થાન માટે પાંચમા નંબરે આવીને મહિપાલ લોમરોરે મજબૂત ઇનિંગ રમી છે. તેમણે અત્યાર સુધીમાં 15 બોલમાં 42 રન બનાવ્યા છે, જેમાં ચાર છગ્ગા સામેલ છે.

 
- શાનદાર ઇનિંગ રમ્યા બાદ યશસ્વી જયસ્વાલ પેવેલિયન પરત ફર્યા છે. યશસ્વી કમનસીબ રહ્યા અને માત્ર એક રનથી પચાસ બનાવતા ચૂકી ગયા. હરપ્રીત બરારે તેમની વિકેટ લીધી હતી. ટીમનો સ્કોર 138-4 છે.