રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (16:01 IST)

IPL 2021માં બેડ ન્યુઝ ! DC vs SRH મેચના 4 કલાક પહેલા જ ટી નટરાજન કોરોના પોઝિટિવ

IPL 2021 ના ​​બીજા ચરણમાં પણ  કોરોનાનો કેસ પણ સામે આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર ટી નટરાજન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બીસીસીઆઈએ કહ્યું છે કે 22 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ સમયપત્રક મુજબ થશે. આઈપીએલ દ્વારા રજુ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નટરાજન આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા છે. તેમણે ખુદને બાકીના ખેલાડીઓથી અલગ કરી લીધા છે. તેમની અંદર કોઈપણ પ્રકારના કોઈ લક્ષણો નથી
 
મેડિકલ ટીમે છ લોકોની ઓળખ કરી છે જે નટરાજનના સંપર્કમાં આવ્યા હતા, જેમાં વિજય શંકર, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝીયો શ્યામ સુંદર જે, ડો.અંજના વન્નન, લોજિસ્ટિક્સ મેનેજર તુષાર ખેડકર અને નેટ બોલર પેરીયાસામી ગણેશનનો સમાવેશ થાય છે. ટીમ સાથે જોડાયેલા બાકીના ખેલાડીઓ અને લોકોનો સવારે પાંચ વાગ્યે ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેના કારણે દુબઈમાં સાંજે યોજાનારી મેચ તેના નિર્ધારિત સમયે યોજાશે.
 
ટી નટરાજન તાજેતરમાં ઘૂંટણની સર્જરીમાંથી સ્વસ્થ થયા બાદ પરત ફર્યા છે. સર્જરીના કારણે તેઓ લાંબા સમયથી ક્રિકેટ મેદાનથી દૂર હતા. આ કારણે, તેઓ IPL 2021 ના ​​પહેલા ચરણમાં પણ રમી શક્યા નહોતા. તેમણે  આઈપીએલ 2020 માં હૈદરાબાદ તરફથીસારી રમત દર્શાવી હતી. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ ગયા હતા. અહીં તેમણે ભારત તરફથી ટી 20, વનડે અને ટેસ્ટના ત્રણેય ફોર્મેટમાં પદાર્પણ કર્યું અને પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા.