મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (18:31 IST)

IPL Auction 2021 Live: 15 કરોડમાં વેચાયો 6 ફીટ 8 ઈંચ નો આ બોલર, RCB એ ખરીદ્યો

વિશ્વની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 માટે ખેલાડીઓની હરાજી ચેન્નઈમાં કરવામાં આવી રહી છે. આઈપીએલની આઠ ફ્રેંચાઇઝી 61 સ્થાનો ભરવા માટે બોલી લગાવી રહી છે. હરાજીની યાદીમાં ભારતના 164 ખેલાડીઓ છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સએ 2.20 કરોડમાં ખરીદ્યો છે. આઈપીએલ હરાજી 2021 થી સંબંધિત દરેક અપડેટ માટે, પેજ પર રહો ...
 
દિલ્હીના થયા સ્મિથ 
 
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને દિલ્હી રાજધાનીઓએ ખરીદ્યો છે. તેઓ 2.20 કરોડમાં વેચાયો છે. તેની બેઝ પ્રાઈસ 2 કરોડ હતી.  સાથે જ ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જેસાર રોય, એલેક્સ હેલ્સને કોઈ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો નથી. .
 

06:30 PM, 18th Feb
કાઈલ જેમિસનને  RCB એ ખરીદ્યો 
 
ન્યુઝીલેંડના ઝડપી બોલર કાઈલ જેમિસનને RCBએ ખરીદ્યો છે. 6 ફીડ 8 ઈંચના આ બોલરને ખરીદવાની હોડ મચી હતી. જીત RCBને મળી. તે 15 કરોડમાં ખરીદવામાં સફળ રહી. 


06:25 PM, 18th Feb
9.25 કરોડમાં વેચાયો કે. ગૌતમ 
 
આઈપીએલમાં ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમની લોટરી મળી છે. તેણે 9.25 કરોડમાં સીએસકે ખરીદ્યો છે. તે અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ રમી ચૂક્યો છે. ગૌતમ હજી સુધી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી.
 
શાહરૂખ ખાન 5.25 કરોડમાં વેચાયો 


05:15 PM, 18th Feb
5 કરોડમાં વેચાયો નાથન કુલ્ટર નાઈલ 
 
ભારતના ઝડપી બોલર ઉમેશ યાદવને દિલ્હી કૈપિટલ્સે 1 કરોડમાં ખરીદ્યો છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર નાથન કુલ્ટર નાઈલની પણ બંપર બોલી લાગી છે. તેમને 5 કરોડમાં મુંબઈ ઈંડિયંસે ખરીદ્યો છે. 

04:54 PM, 18th Feb
14 કરોડમા વેચાયા રિચર્ડસન 
 
ઓસ્ટ્રેલિયાઈ ઝડપી બોલર જાય રિચર્ડસનને પંજાબ કિગ્સે 14 કરોડમાં ખરીદ્યો છે. તેમની બેસ પ્રાઈસ 1.50 કરોડ હતી 


04:43 PM, 18th Feb
આ ખેલાડી ન વેચાયા 
 
ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર અલેક્સ કૈરી, શ્રીલંકાના કુસલ પરેરા, ગ્લેન ફિલિપ્સ, સૈમ બિલિંગ્સને કોઈ પણ ફ્રેંચાઈજીએ ન ખરીદ્યા. એલેક્સ કૈરીની બેસ પ્રાઈઝ 1.5 કરોડ, બિલિંગ્સની 2 કરોડ, પરેરાના 50 લાખ અને ફિલિપ્સના 50 કરોડ હતા. 

04:38 PM, 18th Feb
મૈક્સવેલની રેકોર્ડતોડ બોલી પર સહેવાગનુ ટ્વીટ 

 

04:32 PM, 18th Feb
ઓલરાઉંડર્સની લાગી લોટરી 
 
ક્રિસ મોરિસ - રૂ. 16.25 કરોડ 
ગ્લેન મેક્સવેલ - રૂ. 14.25 કરોડ 
મોઈન અલી - રૂ. 7.00 કરોડ 
શિવમ દુબે -  રૂ 4.40 કરોડ 
શાકિબ અલ હુસેન - રૂ. 3.20 કરોડ 
 
પંજાબનો થયો નંબર 1 ટી 20 બેટ્સમેન 
 
ઈગ્લેંડના સ્ટાર બેટ્સમેન અને દુનિયાના નંબર 1 ટી 20 બેટ્સમેન ડેવિડ મલાનને નિશાર થવુ પડ્યુ. આશા કરવામાં આવી રહી હતી કે મલાન માટે જોરદાર બોલી લાગશે. પણ આવુ ન થયુ. મલાન 1.5 કરોડ રૂપિયામાં વેચાયો છે. તેમને પંજાન કિંગ્સે ખરીદ્યો છે. 


04:12 PM, 18th Feb


ક્રિસ મોરિસની બલ્લે-બલ્લે 

 
આઈપીએલમાં ક્રિસ મોરિસની બલ્લે બલ્લે થઈ છે. સાઉથ આફ્રિકાના આ ક્રિકેટર આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી થઈ ગયો છે. તે 16 કરોડ 25 લાખ રૂપિયામાં વેચાયો છે. તેણે રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. મૉરિસે યુવરાજ સિંહના રેકોર્ડને તોડ્યો છે. યુવરાજ 16 કરોડમાં વેચાય ચુક્યા છે. 



03:58 PM, 18th Feb
4 .40 કરોડમાં વેચાયા શિવમ દુબે 
 
 
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર શિવમ દુબે પર પણ જોરદાર બોલી લગાવાઈ છે. 50 લાખના બેઝ પ્રાઈસવાળા શિવમ દુબેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. RRએ તેમને 4.40 કરોડમાં ખરીદ્યો છે. શિવમ દુબે આઈપીએલ 2021 માં સંજુ સેમસનની કપ્તાની હેઠળ રમતા જોવા મળશે.

03:49 PM, 18th Feb
7 કરોડમાં વેચાયા મોઈન અલી 
 
-  ઈગ્લેંડના ઓલરાઉંડર મોઈન અલીને ચેન્નઈ સુપરકિંગ્સે ખરીદ્યા છે. તેમની બેસ પ્રાઈસ 2 કરોડ હતી. CSK તેમને 7 કરોડમાં ખરીદ્યા છે. મોઈન અલીને  RCB એ રીલીઝ કર્યા હતા. 
 
- બાંગ્લાદેશનો સ્ટાર ક્રિકેટર શાકિબ અલ-હસન ફરી એકવાર ફરી કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમતા જોવા મળશે. તેને ફ્રેન્ચાઇઝી દ્વારા 3 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.

03:43 PM, 18th Feb
14.25 કરોડમાં વેચાયા મૈક્સવેલ 

 
 
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલ માટે રેકોર્ડ બોલી લગાવાઈ રહી છે. ફ્રેન્ચાઇઝી તેમને ખરીદવાની હરીફાઈ કરી રહ્યા છે. તેમની બોલી 14 કરોડને પાર થઈ ગઈ છે. બાજી RCB જીતી લીધી છે. ફ્રેન્ચાઇઝીએ તેમને 14.25 કરોડમાં ખરીદ્યો. મેક્સવેલને ખરીદવા માટે RCB અને CSKની આરપારની લડાઈ ચાલુ છે.