શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : શનિવાર, 1 મે 2021 (23:43 IST)

IPL 2021, MI vs CSK: અંબાતી રાયડૂ પર ભારે પડી કીરોન પોલાર્ડની આક્રમક રમત, મુંબઈએ ચેન્નઈને 4 વિકેટથી હરાવ્યુ

આઈપીએલ 2021ની 27મો મુકાબલો શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે રમાય રહી છે.  આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાય રહી છે. મુંબઇએ 20 મી ઓવરના અંતિમ બોલ પર 6 વિકેટ ગુમાવીને 219 રનનો મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડે સૌથી વધુ 87 રન બનાવ્યા. આ પહેલા ચેન્નાઇએ પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટના નુકસાન પર 218 રન બનાવ્યા હતા
 
 
- ચેન્નઈ સુપર કિંગ્સની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. ઈનિંગની શરૂઆત કરવા માટે ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ આવ્યા છે. ટ્રેન્ટ બોલ્ટ મુંબઇ તરફથી પહેલી ઓવરની શરૂઆત કરી રહ્યો છે.
 

11:35 PM, 1st May
- મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યુ. મુંબઇએ 20 મી ઓવરની અંતિમ બોલ પર 219 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો 

11:33 PM, 1st May
- મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 6 બોલમાં 16 રનની જરૂર છે.
- 19 મી ઓવરના ચોથા બોલ પર સેમ કરને હાર્દિક પંડ્યાની વિકેટ લીધી. હાર્દિક પંડ્યા 16 રને આઉટ થયો. મુંબઈને 8 બોલમાં જીતવા માટે 17 રનની જરૂર હતી. સેમ કરને ઓવરની અંતિમ બોલ પર જેમ્સ નીશમને આઉટ કર્યો.

11:26 PM, 1st May
 
-18 મી ઓવર પછી, મુંબઇ ઇન્ડિયન્સનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 188 બનાવ્યા. મુંબઈને જીતવા માટે 13 બોલમાં 31 રનની જરૂર હતી
- 17 મી ઓવરના ત્રીજા બોલ પર, સેમ કરને કૃણાલ પંડ્યાને આઉટ કર્યો. કૃણાલ પંડ્યા 32 રને આઉટ થયો હતો. 17 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 171 રન.
- 16 મી ઓવર બાદ મુંબઇ ઇન્ડિયન્સનો સ્કોર 3 વિકેટ પર 169 રન હતો. ક્રુનાલ પંડ્યા 32 અને કિરોન પોલાર્ડ 55 રન બનાવીને રમી રહ્યા છે. શાર્દુલ ઠાકુર આ ઓવરમાં 23 રન બનાવીને આવ્યો હતો. લુંગી એંગિડીની આ ઓવરમાં 16 રન આવ્યા


08:50 PM, 1st May
- 14 ઓવર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વિકેટના નુકસાન પર 126 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 2 અને અંબાતી રાયડુ 7 રન બનાવીને રમી રહ્યા છે

- -કિરોન પોલાર્ડે 12 મી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને કમબેક કરાવ્યુ છે. તેણે પહેલા ફાફ ડુ પ્લેસિસને 50 રન પર અને ત્યારબાદ સુરેશ રૈનાને 2 રન પર પેવેલિયન ભેગા કર્યા.  12 ઓવર બાદ ચેન્નઈએ 4 વિકેટ પર 116 રન બનાવ્યા