1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated : મંગળવાર, 26 એપ્રિલ 2022 (23:42 IST)

રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક - RCBને 29 રનથી હરાવ્યુ, કુલદીપ સેન અને આર અશ્વિને મળીને લીધી 7 વિકેટ

RCB vs RR Live Score
IPL 2022ની 39મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 29 રનથી હરાવ્યું હતું. આરસીબીને 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં ટીમ નિર્ધારિત ઓવર પણ રમી શકી ન હતી અને 115 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમનો એક પણ ખેલાડી 25 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો વિરાટ કોહલી ફરી એકવાર નિષ્ફળ સાબિત થયો જ્યારે મેક્સવેલ- ફાફ ડુ પ્લેસીસ કે કાર્તિક પણ સારુ પ્રદર્શન કરી ન શક્યા. RR તરફથી અશ્વિને 3 અને કુલદીપ સેને 4 વિકેટ ખેરવી હતી. અશ્વિને IPLમાં 150 વિકેટો હાંસલ કરી છે.

ફાફ ડુ પ્લેસિસ (23) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. આરઆર તરફથી કુલદીપ સેને 4 અને રવિચંદ્રન અશ્વિનના ખાતામાં 3 વિકેટ લીધી હતી. સેમસનની આગેવાની હેઠળની ટીમ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. રાજસ્થાને 8 માંથી 6 મેચ જીતી છે અને 2 હારી છે
 
સાથે જ બેંગલુરુની 9 મેચોમાં આ ચોથી હાર હતી. ટીમે 5 મેચ જીતી છે. આ પહેલા ટોસ હારીને બેટિંગ કરતા રાજસ્થાને 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. રિયાન પરાગે સૌથી વધુ 56 રનની અણનમ ઇનિંગ રમી હતી. આરસીબી તરફથી જોશ હેઝલવુડ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી હતી.
 
 
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. રિયાન પરાગે સૌથી વધુ 56 રનની અણનમ ઇનિંગ રમી હતી. RCB તરફથી જોશ હેઝલવુડ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી હતી.