ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: નવી દિલ્હી, , ગુરુવાર, 13 એપ્રિલ 2023 (00:14 IST)

જિયો સિનેમા "જીતો ધન ધના ધન" હરીફાઈમાં 4 દર્શકોએ જીતી કાર, ભીમસેન મોહંતા કાર જીતનાર પ્રથમ વિજેતા બન્યા

jito dhan dhana dhan
ઓડિશાના મયુરભંજ જિલ્લાના રહેવાસી ભીમસેન મોહંતા પ્રથમ ક્રિકેટ પ્રેમી છે જેમને જિયો-સિનેમા પરની 'જીતો ધન ધના ધન' હરીફાઈમમાં કાર જીતી છે. આ ઉપરાંત રાજસ્થાન-પાલીના મહેન્દ્ર સોની, કટકના સિદ્ધાર્થ શંકર સાહુ અને બિહાર-લખીસરાયના ધીરેન્દ્ર કુમારે પણ કાર જીતી છે. જિયો સિનેમાએ ગુરુવારે 8 અને 9 એપ્રિલે રમાયેલી ટાટા આઈપીએલ 2023 ટૂર્નામેન્ટમાં કાર જીતનારા ચાર વિજેતાઓની જાહેરાત કરી હતી.
 
જિયો સિનેમાની જીતો ધન ધના ધન હરીફાઈમા કોઈપણ દર્શક કાર જીતી શકે છે. મેચ દરમિયાન દર્શકો પોતાનો ફોન પોટ્રેટ મોડમાં રાખવાનો હોય છે. સ્ક્રીન નીહે એક ચેટ બોક્સ ખુલી જશે જ્યા દરેક ઓવર પછી એક સવાલ પૂછવામાં આવશે. દર્શક ચાર વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરીને જવાબ આપી શકે છે.  મેચ દરમિયાન સૌથી વધુ સાચા જવાબો આપનારા દર્શકોને કાર જીતવાની તક મળે છે. કાર ઉપરાંત, સ્પર્ધામાં દર્શકોને સ્માર્ટવોચ, બ્લૂટૂથ સ્પીકર, બ્લૂટૂથ નેકબેન્ડ અને વાયરલેસ ઇયરફોન અને અન્ય ઘણા બધા ઇનામો જીતવાની તક પણ મળી રહી છે.
 
જીતો ધન ધના ધનના પ્રથમ વિજેતા 36 વર્ષીય ભીમસેન મોહંતા પોલીસમાં નોકરી કરે છે. મોહંતા ગુજરાત ટાઇટન્સ તેમજ સ્પિનના જાદુગર રાશિદ ખાનના બીગ ફેન છે. તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી – “મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે  મેં જિયો-સિનેમા પર 'જીતો ધન ધના ધન'માં કાર જીતી છે, હું મારી મનપસંદ ટીમ ગુજરાત ટાઇટન્સની મેચ જિયો-સિનેમા પર ઓડિયા ભાષામાં જોઉં છું.
 
ટીવી પર ક્રિકેટ જોવાની સ્ટાઈલ હવે જૂની થઈ રહી છે.  નવા દર્શકો  નવી રીતે વધુ ઇન્ટરેક્ટિવિટીની સાથે મનોરંજન કરવા માંગે છે અને "જીતો ધન ધના ધન" જેવી સ્પર્ધાઓ તેમની અપેક્ષાઓ પર ખરી ઉતરે છે. આઈપીએલની મેચોની  પ્રાદેશિક ભાષાઓમાં કોમેન્ટ્રીને કારણે મોટી સંખ્યામાં દર્શકો ટીવી છોડીને જિયો સિનેમા તરફ વળી રહ્યા છે.