1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Updated : શુક્રવાર, 5 એપ્રિલ 2024 (00:50 IST)

GT vs PBKS: પંજાબ કિંગ્સે જીતી મેચ, રોમાંચક મેચમાં ગુજરાતને હરાવ્યું

Gt vs PBKS
GT vs PBKS Live: ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.5 ઓવરમાં 7 વિકેટે લક્ષ્યનો પીછો કરી લીધો હતો. શશાંક સિંહે 29 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે IPLમાં પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારી છે. આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રન બનાવ્યા હતા. નૂર અહેમદને બે વિકેટ મળી હતી.     

ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.5 ઓવરમાં 7 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. શશાંક સિંહે 29 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે IPLમાં પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારી છે. આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રન બનાવ્યા હતા. નૂર અહેમદને બે વિકેટ મળી હતી.      
 
ગુજરાતે આપ્યો 200 રનનો ટાર્ગેટ 
ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. શુભમન ગિલે શાનદાર ઇનિંગ રમી અને 89 રન બનાવ્યા. પંજાબ કિંગ્સને જીતવા માટે 120 બોલમાં 200 રનની જરૂર છે.
 
19 ઓવર પછી ગુજરાતનો સ્કોર
ગુજરાતે 19 ઓવર બાદ 185 રન બનાવ્યા છે. શુભમન ગિલ 84 રન અને રાહુલ તેવટિયા 14 રન સાથે રમી રહ્યા છે.
 
ગુજરાતને ચોથો ઝટકો લાગ્યો છે
ગુજરાતે તેની ચોથી વિકેટ 18મી ઓવરમાં ગુમાવી છે. વિજય શંકર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા છે. 18 ઓવર પછી ટીમનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 167 રન છે.
 
શુભમન ગિલના ફિફ્ટી
ગુજરાતના કેપ્ટન શુભમન ગીલે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. ગુજરાતની ટીમ 16 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 143 રન બનાવીને રમી રહી છે. શુભમન ગિલ 59 રન અને વિજય શંકર 6 રન સાથે રમી રહ્યા છે.
 
ગુજરાતની ત્રીજી વિકેટ 
ગુજરાતે તેની ત્રીજી વિકેટ ગુમાવી છે. સાઈ સુદર્શન 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગુજરાતની ટીમ 14 ઓવર બાદ 123 રન બનાવીને રમી રહી છે.
 
ગુજરાતનો સ્કોર 100ને પાર
ગુજરાતની ટીમ 12 ઓવર બાદ 112 રન બનાવીને રમી રહી છે. સાંઈ સુદર્શન સારા ફોર્મમાં જણાય છે. તેણે 14 બોલમાં 27 રન બનાવ્યા છે. જ્યારે શુભમન ગિલ 42 રન બનાવીને રમી રહ્યો છે.