રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: સોમવાર, 25 માર્ચ 2024 (10:42 IST)

GT vs MI: ગુજરાત ટાઇટન્સે હાર્દિકની મુંબઈને કચડીને મેચ 6 રને જીતી

GT vs MI: IPL 2024 ની 5મી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ શ્રેણીમાં બંને ટીમો પોતાની પ્રથમ મેચ રમી રહી હતી. આવી સ્થિતિમાં, ચાહકોને સખત સ્પર્ધાની અપેક્ષા હતી અને તે થયું. ગુજરાત ટાઇટન્સે આ મેચ 6 રને જીતી લીધી હતી. આ મેચમાં તમામની નજર મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા પર હતી. વાસ્તવમાં, તે તેની જૂની ટીમ સામે મેચ રમી રહ્યો હતો જેનો તે કેપ્ટન હતો અને તેને વર્ષ 2022માં ચેમ્પિયન બનાવ્યો હતો હાર્દિકે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યાં જીટીએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 168 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા અને જીટીએ આ રોમાંચક મેચ જીતી લીધી હતી.
 
રવિવારે રાત્રે અમદાવાદમાં 168 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે મુંબઈ 20 ઓવરમાં 9 વિકેટે 162 રન જ બનાવી શકી હતી. આ પહેલાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 45 રન અને કેપ્ટન શુભમન ગિલે 31 રનનું યોગદાન આપ્યું હતું. જસપ્રીત બુમરાહે 3 વિકેટ લીધી હતી. ગેરાલ્ડ કોત્ઝીને 2 વિકેટ મળી હતી. એક વિકેટ પીયૂષ ચાવલાના ખાતામાં આવી હતી.
 
મુંબઈ માટે ડેવાલ્ડ બ્રેવિસે 46 રન અને રોહિત શર્માએ 43 રન બનાવ્યા હતા, પરંતુ તેઓ પોતાની ટીમને સિઝનની પ્રથમ જીત અપાવી શક્યા ન હતા. છેલ્લી બે ઓવરમાં સ્પેન્સર જોન્સન અને ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરી અને 2-2 વિકેટ લીધી. આ બંને પહેલાં મોહિત શર્મા અને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​પણ 2-2 વિકેટ ઝડપી હતી.