ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: બુધવાર, 15 મે 2024 (07:01 IST)

SRH આટલા મોટા માર્જિનથી 2 મેચ હારે તો દિલ્હી કેપિટલ્સનો નેટ રન રેટ વધુ રહેશે અને ખુંલશે પ્લેઓફના દરવાજો

દિલ્હી કેપિટલ્સ ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું. આ મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતું. IPL 2024માં દિલ્હી કેપિટલ્સની આ છેલ્લી લીગ તબક્કાની મેચ હતી. આ મેચ જીતીને દિલ્હી કેપિટલ્સે પ્લેઓફ માટે પોતાની આશા જીવંત રાખી છે. હવે દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં પહોંચવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદની હાર માટે પ્રાર્થના કરવી પડશે.
 
આ  નંબર પર પહોંચી દિલ્હી કેપિટલ્સ ટીમ
દિલ્હી કેપિટલ્સ પાસે 14 મેચ બાદ 7 જીત સાથે 14 પોઈન્ટ છે. ટીમનો નેટ રન રેટ માઈનસ 0.377 છે. જે સૌથી મોટી સમસ્યા છે. લખનૌ સામેની જીત સાથે દિલ્હીને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. KKR અને રાજસ્થાનની ટીમો પહેલા જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. હજુ બે પ્લેઓફ સ્પોટ બાકી છે.
 
આટલા રનથી બંને મેચ હારી જાય  SRH 
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ચોથા સ્થાન પર છે. ટીમના 12 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ છે. SRH પાસે હજુ બે મેચ બાકી છે, જે તેણે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ સામે રમવાની છે. હૈદરાબાદનો નેટ રન રેટ પ્લસ 0.406 છે. હૈદરાબાદની ટીમે વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
 
જો દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફમાં પહોંચવા માંગે છે, તો પ્રાર્થના કરવી પડશે કે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ બંને મેચ હારે. ESPN Cricinfo અનુસાર, દિલ્હી કેપિટલ્સ માત્ર SRHના નેટ રન રેટને વટાવી શકશે. જ્યારે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ સામેની બંને મેચમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે હૈદરાબાદનો કુલ 194 રનથી પરાજય થાય તો જ દિલ્હીનો નેટ રન રેટ હૈદરાબાદ કરતા વધુ હશે નહિ તો તેમના માટે પ્લેઓફના દરવાજા બંધ થઈ જશે. જે આસાન લાગતું નથી.
 
લખનૌ સુપર જાયન્ટ્સ હારી ગયું 
પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 209 રન બનાવ્યા હતા. ટીમ તરફથી અભિષેક પોરેલે 58 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે 57 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ દિલ્હી કેપિટલ્સની ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. આ પછી લખનૌની ટીમનો ટોપ ઓર્ડર ખરાબ રીતે ફ્લોપ થયો હતો. બાદમાં નિકોલસ પુરન અને અરશદ ખાને શાનદાર ઈનિંગ્સ રમી હતી, પરંતુ તેઓ ટીમને જીત તરફ લઈ જઈ શક્યા ન હતા. લખનૌની ટીમ માત્ર 189 રન બનાવી શકી અને 18 રનથી મેચ હારી ગઈ.