મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: બુધવાર, 17 એપ્રિલ 2024 (00:52 IST)

KKR vs RR: જોસ બટલરની સદીએ રાજસ્થાનને અપાવી રોમાંચક જીત, KKRને 2 વિકેટે હરાવ્યું

jos buttler
IPL 2024 KKR vs RR : IPL 2024ની 31મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ 2 વિકેટથી જીતી લીધી. આ મેચમાં કેકેઆરની ટીમે પ્રથમ બેટિંગ કરતા સુનીલ નારાયણની 109 રનની ઇનિંગના આધારે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા. જેના  જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી  રાજસ્થાન રોયલ્સ ટીમે એક છેડેથી વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું જ્યારે બીજા છેડેથી જોસ બટલર સતત રન બનાવવાની સ્પીડ  જાળવી રહ્યો હતો. તેણે રોવમેન પોવેલના આઉટ થતાં જ સ્ટાર્ક અને હર્ષિતની ઓવરમાં બાઉન્ડરીઓ ફટકારી હતી. ટીમને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી. બટલરે 60 બોલમાં 107 રન ફટકારીને ટીમને લક્ષ્ય સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ સિઝનમાં રાજસ્થાનની આ છઠ્ઠી જીત છે અને તે 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર કાયમ છે.
 
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 223 રન બનાવ્યા હતા. સુનીલ નારાયણે 56 બોલમાં 109 રન બનાવ્યા હતા. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા. જોસ બટલરે 59 બોલમાં 107* રન બનાવ્યા હતા.
 
KKR તરફથી છેલ્લી ઓવર ફેંકવા સ્પિનર વરુણ ચક્રવર્તી આવ્યો હતો. તેના પહેલા જ બોલ પર બટલરે છગ્ગો ફટકારીને પોતાના IPL કરિયરની સાતમી સદી પૂરી કરી હતી. આ પછીના 3 બોલ ખાલી ગયા હતા. ઓવરના પાંચમા બોલ પર તેણે બે રન લીધા હતા. અને છેલ્લા બોલે એક રન લઈને ટીમને રેકોર્ડ ચેઝ કરાવવામાં મદદ કરી હતી.