1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Updated : શનિવાર, 30 માર્ચ 2024 (00:08 IST)

RCB vs KKR : KKR એ RCB ને 7 વિકેટે હરાવ્યું, શ્રેયસ અય્યરે સિક્સર મારીને જીત અપાવી

RCB vs KKR IPL  Cricket Score Updates: RCB અને KKR વચ્ચે 10મી મેચ રમાઈ હતી. આ મેચમાં RCBની ટીમે પ્રથમ બેટિંગ કરીને KKRને 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં KKRની ટીમે આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કર્યો હતો. ઓપનરોએ KKRને શાનદાર શરૂઆત અપાવી હતી. ફિલ સોલ્ટ 30 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સુનીલ નરેને વિસ્ફોટક સ્ટાઈલમાં 47 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યર 39 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. વેંકટેશ અય્યરે 50 રન બનાવ્યા હતા.
 
- KKR એ જીતી મેચ  
આ મેચમાં KKR એ RCB ટીમને 7 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં KKR 183 રનનો પીછો કરી રહી હતી. જે તેણે 16.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતી લીધી હતી. KKRની આ સતત બીજી જીત છે.
KKR ને મળ્યું  183 રનનું ટારગેટ
 
KKR પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વર્તમાન સિઝનના પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે. બે મેચ બાદ ટીમના ખાતામાં 4 પોઇન્ટ્સ છે. ચેન્નઈ ટેબલમાં ટોપ પર છે અને રાજસ્થાન ત્રીજા સ્થાને છે. બંનેએ 4-4 પોઇન્ટ્સ પણ મેળવ્યા છે.
 
શ્રેયસે વિનિંગ સિક્સ ફટકારી
કોલકાતા નાઈટ રાઈડર્સે 19 બોલ પહેલા જીત મેળવી હતી. KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે 17મી ઓવરના પાંચમા બોલ પર વિજયી સિક્સર ફટકારી, આ સાથે ટીમે સતત બીજી જીત નોંધાવી. અગાઉ ટીમે SRHને હરાવ્યું હતું.
KKR ને મળ્યું  183 રનનું ટારગેટ
RCB ટીમે 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 59 બોલમાં 83 રન બનાવ્યા છે. KKRને હવે જીતવા માટે 20 ઓવરમાં 183 રનની જરૂર છે.