ગુરુવાર, 24 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2025
Written By
Last Modified: સોમવાર, 14 એપ્રિલ 2025 (18:14 IST)

આઈપીએલમાં ઓરેન્જ અને પર્પલ કૈપ માટે જબરદસ્ત જંગ, હાલ આ ખેલાડી છે સૌથી આગળ

આઈપીએલમાં ટીમોની વચ્ચે તો રોચક સંઘર્ષ ચાલી જ રહી છે. સાથે જ ખેલાડી પણ એક બીજાને આગળ નીકળવાની હોડમાં લાગ્યા છે.  જે બેટ્સમેન સૌથી વધુ રન બનાવે છે.  તે ઓરેંજ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કૈપ આપવામાં આવે છે.  હાલ તો મેચ રમાય રહી છે તેથી આ બદલતા રહે છે. પણ જ્યારે ટૂર્નામેંટ ખતમ થશે ત્યારે ફાઈનલ વિજેતા મળી જશે.   ચાલો જાણીએ કે આ વર્ષની IPLમાં અત્યાર સુધી કોણે સૌથી વધુ રન બનાવ્યા છે અને કોણે સૌથી વધુ વિકેટ લેવામાં સફળતા મેળવી છે.
 
નિકોલસ પૂરન અને સાઈ સુદર્શન ઓરેન્જ કેપ રેસમાં આગળ  
હાલમાં, LSG ના નિકોલસ પૂરન IPL માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. અત્યાર સુધીમાં તેણે 6 મેચ રમી છે અને 349 રન બનાવ્યા છે. તેના નામે 26 ચોગ્ગા અને 31 છગ્ગા છે. IPLમાં અત્યાર સુધી કોઈએ તેના કરતા વધુ છગ્ગા ફટકાર્યા નથી. આ પછી, સાઈ સુદર્શન બીજા સ્થાને આવે છે. તેણે 6 મેચમાં 329 રન બનાવ્યા છે. તેણે 31 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા છે. આ બે સિવાય, અત્યાર સુધી અન્ય કોઈ બેટ્સમેન 300 થી વધુ રન બનાવી શક્યો નથી. જોકે 200+ રન બનાવનારા બેટ્સમેનોની સંખ્યા સારી છે, પરંતુ મોટી ઇનિંગ્સ તેને આ બેને પાછળ છોડી દેવાની સ્થિતિમાં મૂકશે.
 
નૂર અહેમદના માથે  પર્પલ કેપ, શાર્દુલ ઠાકુર પણ કોમ્પિટિશનમા 
આ પછી, જો આપણે સૌથી વધુ વિકેટ લેનાર બોલર વિશે વાત કરીએ, તો CSK ના નૂર અહેમદ તે સ્થાન પર છે. નૂર અહેમદે અત્યાર સુધીમાં 6 મેચમાં 12 વિકેટ લીધી છે. ભલે તેની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે હોય, નૂર અહેમદ શાનદાર બોલિંગ કરી રહ્યો છે. આ પછી શાર્દુલ ઠાકુર ૧૧ વિકેટ સાથે બીજા સ્થાને છે. તે LSG માટે રમી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે ગયા વર્ષે જ્યારે હરાજી થઈ હતી, ત્યારે શાર્દુલ ઠાકુર વેચાયો ન હતો, પરંતુ બાદમાં તેણે મોહસીન ખાનના સ્થાને પ્રવેશ કર્યો અને હવે તે પર્પલ કેપનો દાવેદાર બની ગયો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આખરે કયો ખેલાડી આ કેપ જીતે છે. હાલમાં મેચો ચાલી રહી છે.