ગુરુવાર, 24 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2025
Written By
Last Modified: રવિવાર, 20 એપ્રિલ 2025 (21:44 IST)

વિરાટ કોહલીએ વિસ્ફોટક ઇનિંગ્સથી કરી રોહિત શર્માની બરાબરી, ધોનીને છોડ્યો પાછળ

kohli
kohli

Virat Kohli equals Rohit Sharma: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 37મી મેચમાં પંજાબ કિંગ્સને એકતરફી રીતે 7 વિકેટથી હરાવ્યું. પંજાબના 158 રનના લક્ષ્યનો પીછો કરતા, આરસીબીએ 159 રનનો લક્ષ્યાંક સાત બોલ બાકી રહેતા ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે RCBની શાનદાર જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં તેમણે હાફ સેન્ચુરીફટકારી હતી. વિરાટ કોહલીએ 54 બોલમાં ૧ છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 73 રનની ઈનિંગ રમી અને અણનમ રહ્યો. આ શાનદાર ઇનિંગને કારણે, વિરાટ કોહલીએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતીને શાનદાર કામ કર્યું.
 
વિરાટ કોહલી રોહિત શર્માની કરી બરાબરી 
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી IPLમાં 19મી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યો. આ સાથે, તેણે IPLમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવાના મામલે ડેવિડ વોર્નર અને મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધા છે, જ્યારે તેણે રોહિત શર્માની બરાબરી કરી છે. રોહિત અત્યાર સુધીમાં IPLમાં 19 વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. તે જ સમયે, વિરાટ કોહલીના નામે હવે 19 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ્સ પણ છે. હવે કોહલી પાસે રોહિત શર્માને પાછળ છોડીને IPLમાં 20 કે તેથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો ત્રીજો ખેલાડી બનવાની શાનદાર તક છે.

 
પહેલા નંબર  પર ABD
IPL માં અત્યાર સુધીમાં ફક્ત 2 ખેલાડીઓને 20 કે તેથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આમાં એબી ડી વિલિયર્સ પ્રથમ સ્થાને છે. એબીડીએ આઈપીએલમાં 25 વખત આ એવોર્ડ જીત્યો છે. તે IPLમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડી છે. આ પછી ક્રિસ ગેલનો નંબર આવે છે. ગેઇલે IPLમાં 22 વાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. હવે રોહિત અને વિરાટ 19-19 P.O.M. સાથે ત્રીજા સ્થાને છે.  
 
IPLમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનારા ખેલાડીઓ
 
25  - એબી ડી વિલિયર્સ
22 - ક્રિસ ગેઇલ
19 – વિરાટ કોહલી*
19 – રોહિત શર્મા
18 - ડેવિડ વોર્નર
18 – એમએસ ધોની
 
પંજાબ સામેની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી અને IPLમાં 67મી વખત 50+ રન બનાવ્યા. આ રીતે, વિરાટના નામે IPLમાં સૌથી વધુ વખત 50+ સ્કોર બનાવવાનો રેકોર્ડ બન્યો. તેણે ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો.
 
IPLમાં સૌથી વધુ 50+ રન બનાવનારા ખેલાડીઓ
 
વિરાટ કોહલી -  67
ડેવિડ વોર્નર- 66
 
શિખર ધવન - 53