ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ સમાચાર
Written By એજન્સી|
Last Modified: શુક્રવાર, 25 એપ્રિલ 2008 (10:39 IST)

રાજસ્થાન રોયલ્સની રોમાંચક જીત

હૈદરાબાદ. રાજસ્થાન રોયલ્સની હૈદરાબાદ ડેક્કન ચાર્જર્સ સામેની આઇપીએલ મેચમાં ડેક્કન ચાર્જર્સે આપેલા 214ના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સના સુકાની શેન વોર્ને છેલ્લી ઓવરમાં ફટકારેલી એક સિકસર અને એક બાઉન્‍ડ્રીની મદદથી મેચમાં એક બોલ બાકી રાખીને હૈદરાબાદ ડેક્કન ચાર્જર્સની ટીમને ત્રણ વિકેટે પરાજય આપીને સ્‍પર્ધામાં બીજો વિજય મેળવ્‍યો હતો.

હૈદરાબાદની ટીમમાં સાયમંડ્સની ધમેકાદાર ફાસ્ટ સદીની મદદથી તેઓને 20 ઓવરમાં 214 રનના લક્ષ્યાંક રાજસ્થાન રોયલ્સને આપ્યો હતો. તેના જવાબમાં રાજસ્‍થાનની ટીમે 19.5 ઓવરમાં 215 રન બનાવીને દિલધડક વિજય મેળવ્‍યો હતો. હૈદરાબાદ તરફથી સાયમન્‍ડ્‍સે આઇપીએલ ટુર્નામેંટની સૌથી ઝડપી સદી નોંધાવી હતી.

તોતિંગ લક્ષ્યાંક સામે મેદાને પડેલી રાજસ્‍થાનની ટીમ તરફથી દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્‍મિથ અને યુસુફ પઠાણે બીજી વિકેટે 98 રનની ભાગીદારી નોંધાવીને વિજયનો પાયો નાખ્‍યો હતો. સ્‍મિથે 45 બોલમાં 71 તથા યુસુફે 28 બોલમાં છ સિકસર અને ચાર બાઉન્‍ડ્રી વડે 61 રન બનાવ્‍યા હતા. કૈફે 16 બોલમાં 34 રનનું યોગદાન આપ્‍યું હતું. પાકિસ્‍તાની ઓલરાઉન્‍ડર શાહિદ આફ્રિદીએ હૈદરાબાદ તરફથી 28 રનમાં સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી.

આ અગાઉ ઓસ્‍ટ્રેલિયાના સાયમંડ્સે 53 બોલમાં 11 બાઉન્‍ડ્રી અને સાત સિકસર વડે અણનમ 117 રનની ઇનિંગ્‍સ રમી હતી. રોહિત શર્મા (36) સાથે તેણે ચોથી વિકેટે 111 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી.