ગાંગુલી અને શાહરૂખમાં મતભેદ
બોલીવુડમાં કિંગ ખાનના નામથી પ્રખ્યાત શાહરૂખ ખાનનો વ્યવ્હાર હાલ ઘણો ગુસ્સાવાળો જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયા ખર્ચ કરીને તેમણે ઈંડિયન પ્રીમિયર લીગના માટે જે કલકત્તા નાઈટ રાઈડર્સને ટીમમાં દુનિયાના શ્રેષ્ઠ ક્રિકેટરોને જોડ્યા હતા, તે કલાકારોએ તેમની નૈયા ડૂબાવી દીધી છે.મંગળવારે આઈપીએલમાં જ્યારે ઈડન ગાર્ડન પર નાઈટ રાઈડર્સને ટીમના રાજસ્થાન રોયલ્સના હાથે કરારી હાર મેળવ્યા પછી ખાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પહેલાથી સતત હારથી પરેશાન શાહરૂખને મંગળવારે થયેલી હારને વધુ વિચલિત કરી નાખ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ ભરોસો કરવામાં આવે તો આ હાર પછી સૌરવ ગાંગુલી અને શાહરૂખમાં ખાસ્સી ખટપટ થઈ. તેમની તકરારનો અવાજ એટલો મોટો હતો કે ઘણા લોકોના કાન સુધી પહોંચ્યો. શાહરૂખ ખાન એ વાતને લઈને સૌરવ પર ગુસ્સે થયા હતા કે તેઓ ટીમમાં હાજર દુનિયાના સર્વશ્રેષ્ઠ કોચ જોન બુકાનનની સલાહ નથી લેતા અને પોતાની મનમરજી ચલાવે છે. બુકાનનની કોશિશમાં જ ઓસ્ટ્રેલિયા સતત 2 વિશ્વકપ જીતવામાં સફળ રહ્યુ હતુ. આ વાતથી પણ કોઈ અજાણ નથી કે કલકત્તા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ કોચ બુકાનનને વધુ મહત્વ આપે છે. જ્યારે આઈપીએલમાં ક્રિકેટ સ્ટાર્સની બોલી લગાડવામાં આવી રહી હતી ત્યારે શાહરૂખે ગાંગુલીની પસંદ કરતા વધુ બુકાનનની સલાહને મહત્વ આપ્યુ હતુ. હવે આ વાત જુદી છે કે બુકાનની પસંદગીના ખેલાડી ટ્વેંટી-20ની પરીક્ષામાં સફળ ન થયા. ગાંગુલીને આ વાતનુ પણ દુ:ખ હતુ કે ખેલાડીઓની પસંદ કરતી સમયે તેમની ઉપેક્ષા કરવામાં આવી. મંગળવારના દિવસે પણ બુકાનન અને ગાંગુલી વચ્ચે કડવી બોલચાલ થઈ હતી. ગાંગુલી ઈચ્છતા હતા કે રાજસ્થાન રોયલ્સના વિરુધ્ધ 'કરો યા મરો'ની જંગમાં તેઓ શોએબ અખ્તરને મેદાનમાં ઉતારે પણ બુકાનનની દલીલ હતી કે શોએબ અનફિટ છે, તેથી તેઓ રિસ્ક નથી લઈ શકતા. તેથી બુકાનને શોએબ અખ્તરને બદલે પાકિસ્તાનના ફાસ્ટ બોલર ઉમર ગુલને મેદાનમાં ઉતાર્યો, પણ ગુલ પણ કોઈ ચમત્કાર ન કરી શક્યા. કલકત્તા આ મેચ 6 વિકેટથી હારી ગઈ. કલકત્તાની સતત થઈ રહી હારને કારણે કિંગ ખાન એટલા પરેશાન રહ્યા કે તેઓ ગાંગુલી સાથે લડી બેસ્યા. ગાંગુલીએ કહ્યુ કે મેદાન પર કોચ નહી ખેલાડી રમે છે. અમારી ટીમના ખેલાડી સારુ પ્રદર્શન નથી કરી શક્યા તેઓ તેમા હું શુ કરી શકુ ? શાહરૂખ એ વાતને લઈને ગુસ્સે થયા હતા કે ગાંગુલી પોતાને મનફાવે તેમ કરે છે જેની અસર ટીમના પ્રદર્શન પર પડે છે. મનોરંજન કરને કારણે વિવાદ - ઈડિયન પ્રીમિયર લીંગમાં શાહરૂખ ખાન જ એવા પહેલા ફ્રેચાઈજી છે, જે રાજ્ય સરકારને મનોરંજન કર ચૂકવી રહ્યા છે. શાહરૂખ આ વાતને પણ જાણે છે કે તેઓ કપ્તાન ગાંગુલી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યની વચ્ચે સંબંધો સારા છે. શાહરૂખે જ્યારે ગાંગુલીને કહ્યુ કે તેઓ મુખ્યમંત્રીને વાત કરીને તેમને મનોરંજન કરમાંથી મુક્ત કરાવે તો ગાંગુલીએ ટૂંકોને ટચ જવાબ આપ્યો કે કર મુક્ત કરાવવો એ મારુ કામ નથી. મારુ કામ તો મેદાનમાં રમવાનુ છે અને હું એ જ કરી રહ્યો છુ.