મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 3 જૂન 2019 (16:45 IST)

Whatsapp પર આવનારી લિંક પર ન કરશો ક્લિક, કોઈ ફ્રી લેપટોપ નથી આપી રહી સરકાર

. લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા અને નવી સરકાર બન્યા પછીથી જ વોટ્સએપ પર ઘણા ફેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ્સમા આવનારા આવા મોટાભાગના મેસેજેસમાં કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈંડિયા મિશન હેઠળ ફ્રી લેપટોપ યોજના શરૂ કરી છે.  આ મેસેજીસ સાથે ફ્રોડ વેબસાઈટ્સના લિંક પણ આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યુ છે કે ફરીથી સરકાર બનવાની ખુશીમાં ફ્રી લેપટોપ વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  અરજી સબમિટ કરવા માટે જે લિંક આ મેસેજેસ સાથે આપવામાં આવી છે તેનો હેતુ ફક્ત ફ્રોડ  કરવાનો છે. કારણ કે એવી કોઈ યોજના ચલાવાઈ નથી. 
 
વાયરલ મેસેજમાં બીજેપીની જીત અને આ ફ્રી લેપટોપ યોજનાનો ઉલ્લેખ કરતા  'http://modi-laptop.sarkaari-yojana.in', 'www.modi-laptop.wiish-karo-yar.tk'અને 'http://modi-laptop.wishguruji.com' જેવી લિંક આપવામાં આવી છે.  સરકારે આવા દાવાને નકાર્યા છે. અને કહ્યુ છે કે આ બધા મેસેજ અને વેબસાઈટ ખોટી યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા છે.  આ અંગે 66ડી આઈટી એક્ટ હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે જેના હેઠળ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. 
 
ટેકનિકલ ઈંવેસ્ટિગેશન પછી પોલીસે નાગૌરથી રાકેશ નામના યુવકની ધરપકડ કરી લીધી છે. આરોપી આઈઆઈટી કાનપુરથી 2019 બેચમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. આરોપીનુ કહેવુ છે કે તેને પોતાના ભાઈ સાથે મળીને ફેક વેબસાઈટ માત્ર એડની મદદથી કમાણી કરવા માટે બનાવી હતી. આગળની તપાસ ચાલી રહી છે. બાકી લિંકની વાત કરીએ તો 'modi-laptop.wishguruji.com' વેવસાઈટ હવે ઓફ લાઈન થઈ ગઈ છે. બીજી વેબસાઈટ 'modi-laptop.sarkaari-yojana.in website' હજુ પણ ઓનલાઈન છે. 
 
સાઈટ પર દેખાય રહેલ એક બૈનરમાં કહેવામાં આવ્યુ છે કે સરકાર બે કરોડ યુવાઓને ફ્રી લેપટોપ આપવા જઈ રહી છે. વેબસાઈટ પર યુઝરનુ નામ, મોબાઈલ નંબર વય અને રાજ્ય જેવી માહિતીઓ માંગવામાં આવી છે.  સબમિટ બટન નીચે પીએમ મોદીની તસ્વીર પણ લાગેલ છે.  પેજ પર એક બાજુ જ્યા 'Registrations Closed' લખવામાં આવ્યુ છે તો બીજી બાજુ તે હજુ પણ યૂઝર્સના ડીટેલ્સ એક્સેપ્ટ કરી રહ્યુ છે. આ ઉપરાત સાઈટ પર યૂઝર્સને આ યોજના વિશે 10 વોટ્સએપ ગ્રુપમાં શેયર કરવાનુ કહેવામાં આવ્યુ છે. અને લખ્યુ છે કે રજીસ્ટ્રેશન માટે આ જરૂરી છે.  આવી કોઈપણ લિંક ને તમે ક્લિક ન કરો તો સારુ રહેશે અને ફોરવર્ડ પણ ન કરશો.