1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : મંગળવાર, 5 માર્ચ 2024 (22:35 IST)

દુનિયાભરમાં Facebook, Instagram અને Youtube થયા ડાઉન, યૂઝર્સ થઈ રહ્યા પરેશાન

સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઠપ્પ થઈ ગયા છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સિવાય પણ ઘણા લોકો યુટ્યુબ અને એક્સ એક્સેસ કરવામાં અસમર્થ છે. આ સાથે માઈક્રોસોફ્ટ અને ગૂગલ પ્લે સ્ટોર પણ ડાઉન છે. યુઝર્સ  સતત પરેશાન રહેતા હતા. લાખો યુઝર્સે પણ આ અંગે જાણ કરી છે. ફેસબુક ભારતીય સમય અનુસાર 8.52 મિનિટે બંધ થઈ ગયું. હવે, મેટાના પ્રવક્તા એન્ડી સ્ટોને આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, “અમે જાણીએ છીએ કે લોકોને અમારી સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે હમણાં તેના પર કામ કરી રહ્યા છીએ." લગભગ એક કલાકના આઉટેજ પછી ફેસબુક પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ હજુ પણ બંધ છે.

 
દુનિયાભરના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હજારો લોકો ટ્વિટર પર આ સમસ્યા વિશે પોસ્ટ કરી રહ્યા છે. આઉટેજને કારણે યુઝર્સ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એક્સેસ કરી શકતા નથી.

સોશિયલ મીડિયા પર લાખો યૂઝર્સ તરફથી આ ફરિયાદ આવી રહી છે.
 
સમાચાર એજન્સી રૉયટર્સે આ મામલે આ બંને કંપનીઓની પેરન્ટ કંપની મેટા પાસેથી માહિતી માગી છે.
 
યૂઝર્સ અનુસાર, તેમનાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક લૉગ આઉટ થઈ ગયાં. બાદમાં ફરી વાર લૉગીન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પણ થયું નથી.
 
ટ્રૅકિગ વેબસાઇટ ડાઉન ડિટેક્ટરે ફેસબુકમાં ખામીના 3 લાખ, જ્યારે ઇન્સ્ટાગ્રામમાં ખામીના 20 હજાર રિપોર્ટ્સ મળ્યા હોવાનું સૂચવ્યું હતું.
 
સોશિયલ મીડિયા વેબસાઇટ એક્સ પર હજારો યૂઝર્સ પોતાના અનુભવો શૅર કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને મેટા એક્સ પર ટેન્ડ્ર થવા લાગ્યા છે
 
આ મામલે મેટાના પ્રવક્તા તરફથી પ્રતિક્રિયા આવી છે.
 
મેટાના પ્રવક્તા એન્ડી સ્ટોને એક્સ પર લખ્યું, "એ વાતની અમને ખબર છે કે લોકો અમારી સેવાઓનો લાભ લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અમે તેને યોગ્ય કરવા કામ કરી રહ્યા છીએ."
 
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડાઉન થવા પર મેટાની હરીફ કંપની એક્સના માલિક ઍલન મસ્કે ટીખળ કરી છે.
 
ઍલન મસ્કે લખ્યું, "જો તમે આ પોસ્ટ વાંચી રહ્યો છો તો એનું કારણ એ છે કે અમારાં સર્વર કામ કરી રહ્યાં છે.