સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (16:52 IST)

સરકાર લોન્ચ કરી રહી છે પોતાનુ Google

શુ એક ખાસ પ્રકારનું  મીટ ભારતમાં નિકાસ કરી શકાય છે ? આ માટે શુ કરવુ પડશે? આવા સવાલોના જવાબ સહેલાઈથી આપવા માટે મોદી સરકારે પોતાનુ ગૂગલ બનાવવાની તૈયારી કરી છે.. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગ્લોબલ સપ્લાયર્સના પ્રશ્નોના જવાબ માટે એક એકલ વિંડો ખોલવાનો નિર્ણય કર્યો છે. 
 
આ વિંડો તૈયાર થતા જ લોકોને જુદા જુદા સરકારી વિભાગોની માહિતી પર જઈને સર્ચ કરવુ નહી પડે.  જો કે તેમને બધા પ્રશ્નોના જવાબ એક જ જગ્યાએ મળી જશે.  સેંટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ અને કસ્ટમ એક કેન્દ્રીય કોષ તૈયાર કરવા જઈ રહી છે. જ્યા તે નિકાસ અને આયાત સંબંધિત બધા સરકારી નિયમો વિશે વિસ્તારથી બતાવશે. 
 
એક સરકારી ઓફિસરે જણાવ્યુ કે આવુ ટ્રેડર્સને સહેલાઈથી માહિતી આપવા માટે કરવામાં આવી રહ્યુ છે. એક ક્લિક પર સરકારી નિયમોની સંપૂર્ણ માહિતી મળશે. વિવિધ વિભાગોની વેબસાઈટ પર જવાથી સહેલાઈથી બિઝનેસ કરવામાં જે અસુવિદ્યા થતી હતી તે પણ તેનાથી દૂર થશે. 
 
ઉલ્લેખનીય છે કે બિઝનેસમાં સહેલાઈ માટે ભારતે નેશનલ એક્શન પ્લાનને અધિગ્રહિત કરી લીધી છે. વિશ્વ બેંક મુજબ ઈઝ ઓફ ડૂઈગ બિઝનેસની વાત કરવામાં આવે તો ભારતની રૈકિંગ વિશ્વમાં 133 છે.  આવુ એ માટે કારણ કે સીમા પાર વેપાર કરવા માટે ઘણુ બધુ પેપરવર્ક અને ભારે ભરકમ રકમની જરૂર પડે છે.