શુક્રવાર, 29 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : બુધવાર, 26 મે 2021 (14:31 IST)

ભારતમાં બંધ થઈ જશે ફેસબુક, ટ્વિટર અને ઈસ્ટાગ્રામ એકાઉંટ ?

ભારતમાં બંધ
દેશમાં કામ કરી રહેલ સોશિયલ મીડિયા કંપનીઓ એટલે કે ફેસબુક ટ્વિટર અને ઈસ્ટાગ્રામ સામે મોટી મુસીબત ઉભી થઈ શકે છે. કેન્દ્ર સરકારે દેશમાં કામ કરી રહેલ બધી સોશિયલ મીડિયા કંપનીઓના કેટલાક નિયમોનુ પાલન કરવાનો આદેશ આપ્યો હતો અને એ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો, જે 26 મે ના રોજ પૂરો થઈ રહ્યો છે, પણ અત્યાર સુધી કોઈપણ કંપનીએ આ નિયમોનુ પાલન કર્યુ નથી.  આવામાં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શુ 26 મે  પછી ભારતમાં ફેસબુક, ટ્વિટર, ઈસ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા કંપનીઓ બંધ થઈ જશે..  ?
 
ભારત સરકરના ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજી મંત્રાલયએ 25 ફેબ્રુઆરી 2021 ના રોજ બધા સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવા નિયમોનુ પલાન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં કંપ્લાયંસ અધિકારી, નોડલ અધિકારીઓની નિમણૂક કરવા માટે કહેવામાં આવ્યુ હતુ અને એ બધાના કાર્યક્ષેત્ર ભારતમાં હોવુ જરૂરી રાખવામાં આવ્યુ હતુ. ફરિયાદ સમાધાન, આપત્તિજનક કંટેટ પર નજર, કંપ્લાયંસ રિપોર્ટ અને આપત્તિજનક સામગ્રીને હટાવવાના નિયમ  છે. આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે સોશિયલ મીડિયા કંપનીઓએ પઓતાની વેબસાઈટ કે મોબાઈલ એક પર ફિઝિકલ કૉન્ટેક્સ પર્સનની માહિતી આપવી પડશે. અત્યાર સુધી ફક્ત ક્રૂ નામની કંપનીને છોડીને દરેક અન્ય કંપનીએ તેમાથી કોઈ અધિકારીની નિમણૂક કરી નથી.