JIO ના ગ્રાહક છો તો 31 માર્ચ પહેલા જરૂર કરો આ કામ
લગભગ છ મહિના સુધી રિલાયંસ જિયોની ફ્રી સેવાઓની મજા લેનારા ગ્રાહકોને હવે 1 એપ્રિલથી ભાવ ચુકવવા પડશે. હેપ્પી ન્યૂ ઈયર ઓફર 31 માર્ચ સુધી સમાપ્ત થઈ જશે. તેની અધિકૃત જાહેરાત પણ થઈ ચુકી છે. પણ તેમ છતા ગ્રાહકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે કે છેવટે 31 માર્ચ પછી શુ થશે ? શુ સિમ બંધ થઈ જશે કે પછી આ જ રીતે મફત સેવાઓનો ઉપયોગ કરી શકશો ? આવો જાણીએ જિયો ગ્રાહકોને 31 માર્ચ પહેલા શુ કરવુ જોઈએ.
તમારી પાસે જો સિમ છે તો તે પ્રીપેડ કે પોસ્ટપેડ તેના વિશે પણ તમે સહેલાઈથી જાણ લગાવી શકો છો. My Jio એપ પર ક્લિક કરીને Open ઓપ્શનને સિલેક્ટ કરી સાઈન ઈન કરો. તમને એક મેન્યૂ જોવા મળશે. અહી તમે My Plan સિલેક્ટ કરો. સિમ પ્રિપેડ છે તો અહી પ્રીપેડ રીચાર્જનુ ઓપ્શન દેખાશે. જો તમારી સિમ પોસ્ટપેડ છે તો અહી પોસ્ટપેડ સાથે જોડાયેલ ઓપ્શન પણ જોવા મળશે.