સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શનિવાર, 29 ડિસેમ્બર 2018 (14:37 IST)

JIO યુઝર્સ માટે ખુશખબર, કંપની કરાવી રહી છે 399 રૂપિયાનો ફાયદો

ટેલીકોમ ઓપરેટર કંપની Reliance Jio પોતાના યૂઝર્સ માટે ધમાકેદાર ઓફર લઈને આવી છે. આ ઓફરનુ નમ કંપનીએ Jio Happy New Year રાખ્યુ છે. આ ઓફર હેઠળ Jio યૂઝર્સને 100%નુ કેશબેક મળશે. 
 
Reliance Jio એ આ ઓફર શુક્રવારે લૉંચ કરી છે અને તત્કાલરૂપથી લાભ પણ ઉઠાવી શકાય છે. Jio યૂઝર્સને કેશબેક AJIO કૂપનના રૂપમાં મળશે.  કંપની 399 રૂપિયાના રિચાર્જ પ્લાન પર આ કેશબેક આપી રહી છે. 
 
આ ઓફરનો લાભ ઉઠાવવા માટે યૂઝર્સને પોતાના જિયો નંબર પર 399 રૂપિયાનુ રિચાર્જ કરાવવુ પડશે. ત્યારબાદ જિયો એપમાં કૂપનના 399 રૂપિયા ક્રેડિટ થઈ જશે.  જિયો યૂઝર્સ તેનો લાભ AJIO એપ કે પછી સાઈટ પરથી  એઓછામાં ઓછા એક હજાર રૂપિયાની ખરીદી કર્યા પછી ઉઠાવી શકશે. 
 
Jio Happy New Year Offer જૂના અને નવા બંને પ્રકારના જિયો યૂઝર્સ માટે છે. આ ઓફરની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2019 છે. બીજી બાજુ ગ્રાહક આ કૂપનનો ફાયદો 15 માર્ચ 2019 સુધી ઉઠાવી શકે છે.