શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : શુક્રવાર, 17 ઑગસ્ટ 2018 (16:06 IST)

મોબાઈલથી લોક કરો તમારુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ

હવે તમે તમારા મોબાઈલથી તમારુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ લોક કરી શકો છો. તાળુ લગાવ્યા પછી તેનો ઉપયોગ ત્યારે જ થઈ શકશે જ્યારે તમે તે તાળુ ખોલશો.  સરકારી ક્ષેત્રના બેંક કેનરા બેંકે  એમસર્વ નામથી મોબાઈલ એપ લોંચ કર્યો છે. આ એપ દ્વારા ગ્રાહક પોતાના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડને લૉક કરીને મુકી શકે છે.  લૉક કરવામા6 આવેલ કાર્ડનો ઉપયોગ ત્યારે થઈ જશે જ્યારે એ કાર્ડ મોબાઈલ એપથી અનલૉક કરવામાં આવશે. આ નવી સુવિદ્યા દ્વારા કાર્ડ ક્લોન થઈ જતા પણ તેના ઉપયોગ દ્વારા થનારા  ફ્રોડનું સંકટ ઓછુ થઈ જશે. 
 
 
વધતા સાઈબર ફ્રોડ અને કાર્ડૅની ક્લોનિંગને જોતા કેનરા બેંકે આ મોબાઈલ એપ્લીકેશન બનાવી છે.  નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ અને કેનરા બેંક સાથે જોડાયેલ અશ્વિની રાણાએ હિન્દુસ્તાનને જણાવ્યુ કે દેશમાં વધતા કાર્ડ ક્લોનિંગના સંકટ અને તેના દ્વારા થનારી ઠગીને જોતા બેંકે ગ્રાહકોની સુરક્ષા માટે આ મોબાઈલ એપ તૈયાર કર્યો છે.  તેઅમ્ણે એ પણ કહ્યુ કે અત્યાર સુધી દેશના કોઈપણ બેંક પાસે આ તકનીક નથી.  બેંકોએ આ પ્રકારની તકનીક અપનાવવી જોઈએ જેથી લોકોના કાર્ડ સુરક્ષિત રાખી શકાય. 
 
 
આ રીતે કામ કરશે એપ 
 
આ મોબાઈલ એપ્લીકેશાનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કર્યા પછી તેમા બેંક એકાઉંટ સાથે જોડાયેલ મોબાઈલ નંબર નાખીને રજિસ્ટર કરવો પડશે. રજિસ્ટ્રેશન સાથે જ ગ્રાહકના મોબાઈલ નંબર સાથે જોડાયેલ બધા એકાઉંટ નંબર સ્ક્રીન પર જોવા મળશે.  એ એકાઉંટ નંબરના જમણા ખૂબા પર જ તેમને ઈન-એબલ અને ડિસ-એબલ કરવાના પણ વિકલ્પ આપ્યા હોય છે. આ પ્રક્રિયા એટલી જ સહેલી છે જેટલી મોબાઈલ ફોન સાઈલેંગ્ટ અને સામાન્ય મોડમાં કરવા માટેની હોય છે. 
 
જેવુ જ ગ્રાહક કાર્ડને ડિસ-એબલ કરી દેશે કાર્ડ લૉક થઈ જશે અને તેના દ્વારા કોઈપણ લેવડ દેવડ નહી થઈ શકે. દરેક વખતે લેવડ-દેવડ માટે ગ્રાહકે આ વિકલ્પનો ઉપયોગ કરવો પડશે.