ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: મંગળવાર, 9 મે 2017 (12:49 IST)

શુ તમે પણ Smartphone ગરમ થવાથી પરેશાન છો ?

સ્માર્ટફોન ગરમ થઈ જવાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમારે બીજુ કશુ નહી પણ થોડી સાવધાની રાખવી પડશે.  સાથે જ થોડે વાતોનુ ધ્યાન પણ રાખવુ પડશે જે તમારો ફોન ગરમ થતા બિલકુલ ન કરવી જોઈએ. 
ઘણા બધા એપ્સનો ઉપયોગ - જો તમે તમારા સ્માર્ટફોનમાં એક સાથે અનેક એપ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો આ ભૂલ તમારા ફોનની નથી તમારી છે.  કારણ કે બની શકે છે કે તમારો ફોન વધુ લોડ ન લઈ રહ્યો હોય અને તેથી ફોન જલ્દી ગરમ થઈ જતો હોય. 
 
વાઈ ફાઈ ઑફ કરી દો - જો તમે તમારા ફોનમાં વાઈ-ફાઈનો ઉપયોગ નથી કરી રહ્યા તો ઑફ કરી દો. તેનાથી પણ અનેક સ્માર્ટફોન જલ્દી ગરમ થઈ જાય છે. 
 
ભારે કવર્સ - ફોનની પ્રોટેક્શન માટે આપણે કેસ કે કવરનો યૂઝ કરવો. પણ ધ્યાન રાખો કે તમારુ ફોન કવર વધુ ભારે ન હોય. 
 
બેટરીનુ રાખો ધ્યાન - સ્માર્ટફોનની પાવર હોય છે તેની બેટરી. જ્યારે બેટરી જૂની થઈ જાય છે તો મોટાભાગે જલ્દી ગરમ થઈ જાય છે.  તો તમે તમારા ફોનની બેટરી બદલીને ઓવરહીટિંગની સમસ્યાથી બચી શકો છો. 
 
ચાર્જિંગ સમયે ફોન યૂઝ - આપણામાંથી અનેક લોકોને આદત હોય છે કે 24 કલાક ફોન પર લાગ્યા રહે છે. અહી સુધી કે ચાર્જિંગ દરમિયાન પણ.  પણ આવુ કરવાથી ફોન ઓવર હીટ થઈ શકે છે. 
 
હેવી ગેમ્સ - જો તમે તમારા ફોનમાં હેવી ગેમ્સ રાખો છો તો પણ ફોન જલ્દી ગરમ થઈ શકે છે.