ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

મંગલ દિવો

W.D

દીવો રે દીવો પ્રભુ મંગલિક દિવો,
આરતી ઉતારીને બહુ ચિરંજીવો, દીવો...

સોહામણું ઘેર પર્વ દિવાળી,
અમ્બર ખેલે અમરાબાલી, દિવો...

દીપાલ ભણે એણે કુળ અજુવાળી,
ભાવે ભગતે વિધન નિવારી, દીવો...

દીપાળ ભણે એણે એ કલિકાલે,
આરતી ઉતારી રાજા કુમારપાલે, દિવો...

અમ ઘેર માંગલિક, તુમ ઘેર માંગલિક,
માંગલિક ચતુર્વિધ સંઘને હોજો, દીવો...